ગુજરાત પ્રવાસ/ PM મોદીએ કહ્યું, કેટલાક લોકો એવું માનતા હતા કે કચ્છનો ક્યારેય વિકાસ નહીં થાય,આજે ઝડપથી વિકસતા જિલ્મામાનો એક છે

ગુજરાત પ્રવાસનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે બીજો દિવસે છે.પ્રધાનમંત્રી ભુજ જિલ્લામાં સ્મૃતિ વન સ્મારકનું ઉદ્ઘાટન કરશે.સ્મૃતિ વન એ પ્રધાનમંત્રી દ્વારા કલ્પના કરાયેલ પહેલ છે

Top Stories Gujarat
13 16 PM મોદીએ કહ્યું, કેટલાક લોકો એવું માનતા હતા કે કચ્છનો ક્યારેય વિકાસ નહીં થાય,આજે ઝડપથી વિકસતા જિલ્મામાનો એક છે

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. PMએ આજે ​​કચ્છ જિલ્લાના ભુજ ખાતે ‘સ્મૃતિ વન’ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સ્મૃતિ વન સ્મારક 2001ના વિનાશક ભૂકંપમાં માર્યા ગયેલા લોકોની યાદમાં અને આ દુર્ઘટનામાંથી બહાર નીકળેલા લોકોની ભાવનાને સલામ કરવાના ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવ્યું છે. PM મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ભુજમાં ‘સ્મૃતિ વાન’-2001 ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. સ્મૃતિ વનના ઉદ્ઘાટન પહેલા પીએમ મોદીએ ટ્વિટર પર કચ્છની વિનાશથી વિકાસ તરફની સફરનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે કેટલાક લોકો એવું માનતા હતા કે કચ્છનો ક્યારેય વિકાસ નહીં થાય. આવા લોકોએ કચ્છને ઓછું આંક્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે   જ્યારે હું સીએમ હતો ત્યારે 2009માં સરહદ ડેરી શરૂ કરવામાં આવી હતી અને તે સમયે 1400 લિટર પ્રતિ દિવસ  દૂધ ઓછું એકત્ર થતું હતું. આજે ત્યાં દરરોજ 5 લાખ લિટર દૂધ એકત્ર થાય છે.દર વર્ષે 800 કરોડ હવે ડેરીની આવકમાંથી ખેડૂતોની આવક થાય છે. ખેડૂતોને ખુબ ફાયદો થયા છે.

21 2 PM મોદીએ કહ્યું, કેટલાક લોકો એવું માનતા હતા કે કચ્છનો ક્યારેય વિકાસ નહીં થાય,આજે ઝડપથી વિકસતા જિલ્મામાનો એક છે

 

 

 

ગુજરાત પ્રવાસનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે બીજો દિવસે છે.પ્રધાનમંત્રી ભુજ જિલ્લામાં સ્મૃતિ વન સ્મારકનું ઉદ્ઘાટન કરી દીધું છે.સ્મૃતિ વન એ પ્રધાનમંત્રી દ્વારા કલ્પના કરાયેલ પહેલ છે.2001ના ભૂકંપ દરમિયાન જીવ ગુમાવનારા લગભગ 13,000 લોકોના મૃત્યુ બાદ લોકો દ્વારા દર્શાવવામાં આવેલી સ્થિતિ-સ્થાપકતાની ભાવનાની ઉજવણી કરવા માટે તે લગભગ 470 એકરના વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે.મેમોરિયલમાં એવા લોકોના નામ છે કે જેમણે ભૂકંપ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો.વડાપ્રધાન શ્ નરેન્દ્રભાઈ મોદીનું ભુજ ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શ્રીમતી નીમાબેન આચાર્ય, પ્રભારી મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલા અને ધારાસભ્યો તેમજ અગ્રણીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો પણ શરૂ થઇ ગયો છે.આજે ભુજમાં મોટી સંખ્યામાં લોકોએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આજે ભુજ માટે ખાસ દિવસ છે.

 

12 18 PM મોદીએ કહ્યું, કેટલાક લોકો એવું માનતા હતા કે કચ્છનો ક્યારેય વિકાસ નહીં થાય,આજે ઝડપથી વિકસતા જિલ્મામાનો એક છે

લોકહિતના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત માટે કચ્છ આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ભવ્ય રોડ-શો ભુજ ખાતે યોજાયો હતો. ભુજ-મિરઝાપર હાઇવેથી જી.કે જનરલ હોસ્પિટલ સુધી યોજાયેલા આ રોડ શોમાં કચ્છી માડુઓની હંમેશા ચિંતા કરનાર પ્રધાનમંત્રીશ્રીને આવકારવા ભારે જનમેદની ઉમટી હતી. કારમાં સવાર પ્રધાનમંત્રીશ્રીની એક ઝલક નિહાળવા સમગ્ર રૂટ પર હજારો કચ્છવાસીઓ એકત્રિત થયા હતા. કચ્છને ભુકંપમાંથી બેઠુ કરનારા લોકલાડીલા વડાપ્રધાનશ્રીનો કાફલો પસાર થતા લોકોએ તિરંગા લહેરાવી, ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ સહિતના સુત્રોચ્ચાર કરીને તેમના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાનમંત્રીએ હાથ હલાવી કચ્છી માડુઓએ વ્યક્ત કરેલો આ પ્રેમનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.

16 5 PM મોદીએ કહ્યું, કેટલાક લોકો એવું માનતા હતા કે કચ્છનો ક્યારેય વિકાસ નહીં થાય,આજે ઝડપથી વિકસતા જિલ્મામાનો એક છે

 

આ ઉપરાંત પ્રધાનમંત્રી ભુજમાં આશરે રૂ.4400 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.આની સાથે તે સરદાર સરોવર પ્રોજેક્ટની કચ્છ બ્રાન્ચની 357 કિમી કેનાલનું ઉદ્ઘાટન કરશે.પ્રધાનમંત્રી સરહદ ડેરીના નવા Automatic Milk Processing અને Packaging Plant સહિત અન્ય વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ભુજ ગાંધીધામ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર,અંજાર ખાતે વીર બાલ સ્મારક,નખત્રાણા ખાતે 2 સબસ્ટેશન વગેરેનું ઉદ્ધાટન કરશે.આની સાથે ભુજ-ભીમાસર રોડ સહિતના રૂ1500 કરોડથી વધુની કિંમતના વિવિધ પ્રોજેક્ટનું શિલાન્યાસ પણ કરાશે.જાણો તેમના વિવિધ કાર્યક્રમો વિશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે  કચ્છમાં  સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. 26 જાન્યુઆરી 2001ના દિવસે આવેલા ગોઝારા ભૂકંપમાં જીવ ગુમાવેલા નાગરિકોની યાદમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ પ્રોજેક્ટને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. 470 એકરમાં ફેલાયેલું આ સ્મૃતિવન, ભુજના જાજરમાન ભુજિયા ડુંગર પર બનાવવામાં આવ્યું છે.

 

3 34 PM મોદીએ કહ્યું, કેટલાક લોકો એવું માનતા હતા કે કચ્છનો ક્યારેય વિકાસ નહીં થાય,આજે ઝડપથી વિકસતા જિલ્મામાનો એક છે

સ્મૃતિવન એ કોઇ સામાન્ય પર્યટન સ્થળ નથી. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની ઇચ્છા હતી કે દરેક ભોગ બનેલા નાગરિકની યાદમાં એક વૃક્ષ વાવવામાં આવે જે પુનર્જન્મ, પુનર્નિમાણ અને આશાનું પ્રતીક છે. અહીં વૃક્ષ રોપવા એ એક પડકારજનક કાર્ય હતું. જંગલમાં વૃક્ષોનો ઉછેર આપમેળે થાય છે જ્યારે અહીં ભુજના વાતાવરણ અને વારંવાર નિર્માણ થતી દુષ્કાળની પરિસ્થિતિના લીધે વૃક્ષોનો ઉછેર કરવો મુશ્કેલ કાર્ય હતું. આ સ્થિતિમાં પાણીનું એક એક ટીપુ બચાવી જળસંચય થાય તે જરૂરી બન્યું હતું. તેથી ગેબિયન દિવાલોની મદદથી જળાશયોનું નિર્માણ કરવામાં આવ્યું જેનાતી ડુંગર પરથી વહી જતુ પાણી તેમાં એકત્ર થાય અને જમીનની અંદર જતું રહે

 

2 45 PM મોદીએ કહ્યું, કેટલાક લોકો એવું માનતા હતા કે કચ્છનો ક્યારેય વિકાસ નહીં થાય,આજે ઝડપથી વિકસતા જિલ્મામાનો એક છે

 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કચ્છ જિલ્લાની મુલાકાતે
– વડાપ્રધાનશ્રી વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
– કુલ અંદાજે રુપિયા 4748 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
– રુપિયા 1515 કરોડથી વધુના ખાતમુહૂર્ત અને 3232 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે
– સ્મૃતિવન મ્યુઝિયમ, સરહદ ડેરીના ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ પ્લાંટનું લોકાર્પણ કરશે
– રિઝનલ સાયન્સ સેન્ટર, વીજ સબ સ્ટેશન, ડો. બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટરનું કરશે લોકાર્પણ
– વીર બાળક સ્મારક, કચ્છ – ભૂજ બ્રાંચ કેનાલ(માંડવી)નું કરશે લોકાર્પણ
– સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત થનાર વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે
– ભૂજ – ભીમાસર રોડ અને માતાનો મઢ ખાતેના પ્રવાસન વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે

. સ્મૃતિવન મ્યુઝિયમ
– વડાપ્રધાન શ્રી કરશે સ્મૃતિવનનું લોકાર્પણ
– ભૂકંપ બાદના વિકાસ અને કચ્છની ખુમારીને સમર્પિત સ્મૃતિવન
– ભુજના ભુજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ નિર્માણ
– પ્રથમ તબક્કામાં 170 એકર વિસ્તારને વિકસિત કરવામાં આવી રહ્યો છે
– પ્રથમ તબક્કાના ઘટકોમાં 50 ચેકડેમનું નિર્માણ કરાયુ
– ચેકડેમ પર કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી લગાવાઈ
– સન પોઇન્ટ, 8 કિમી લંબાઇના ઓવરઓલ પાથવેનું નિર્માણ
– 1 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ તૈયાર
– 300 વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ અને 3 લાખ વૃક્ષોનું વાવેતર
– રિયલટાઇમ ભૂકંપનો અનુભવ કરાવવા વિશેષ થિયટેરનું નિર્માણ
– વિશ્વમાં સૌથી મોટા સ્ટિમ્યુલેટર પૈકીનું એક સ્મૃતિવનમાં
– ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી કરાવશે ભૂકંપનો અનુભવ
– ડિજીટલ મશાલથી ભૂકંપમાં જીવ ગુમાવનારને અપાશે શ્રદ્ધાંજલિ

. રિજિયોનલ સાયન્સ સેન્ટર
– વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રિજિયોનલ સાયન્સ સેન્ટરનું કરશે લોકાર્પણ
– ભુજ ખાતે રિજિયોનલ સાયન્સ સેન્ટરનું નિર્માણ
– 89 કરોડના ખર્ચે 10 એકરમાં અત્યાધુનિક સાયન્સ સેન્ટરનું નિર્માણ
– કચ્છની સંસ્કૃતિને અનુરૂપ ભુંગા આકારની ડિઝાઇનમાં કરાયુ તૈયાર
– 6 થીમ આધારીત ગેલેરી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે
– મરિન નેવિગેશન ગેલેરી , સ્પેસ સાયન્સ ગેલેરી, એનર્જી સાયન્સ ગેલેરીનું નિર્માણ
– નેનો ટેકનોલોજી ગેલેરી, ફિલ્ડસ મેડલ ગેલેરી અને બોસાઇ ગેલેરીનું નિર્માણ
– લેન્ડ સ્કેપિંગ ગાર્ડન, સબમરીન સિમ્યુલેટર, સોલાર ટ્રી અને ઉચ્ચ ગુણવત્તાનો ટેલિસ્કોપ
– વિજ્ઞાનમાં રસ ધરાવનારાઓ માટે કાર્યશાળાનું આયોજન કરવા અલાયદી વ્યવસ્થા
– મુલાકાતીઓ માટે કાફેટેરિયા સહિતની અત્યાધુનિક સુવિધાઓ

. ‘વીર બાળક સ્મારક’
– વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના અંજારમાં ‘વીર બાળક સ્મારક’નું લોકાર્પણ કરશે
– 26 જાન્યુઆરી 2001ના રોજ આવેલા ગોઝારા ભૂકંપમાં જીવ ગુમાવનાર બાળકોને સમર્પિત
– અંજાર શહેરમાં શાળાના 185 બાળકો અને 20 શિક્ષકોનું રેલી દરમ્યાન ભુકંપમાં ગુમાવ્યા હતા જીવ
– ગોઝારી ધટનામાં જીવ ગુમાવેલા માસુમોની યાદમાં સ્મારકનું નિર્માણ
– અંદાજે 17 કરોડના ખર્ચે “વીર બાળક સ્મારક”નું નિર્માણ
– દિવંગત બાળકોને સમર્પિત આ મ્યૂઝિયમનું પાંચ વિભાગમાં નિર્માણ
– પ્રથમ વિભાગમાં દિવંગતોની તસવીરો અને ભૂતકાળના સ્મરણો
– મ્યૂઝિયમમાં દિવંગત બાળકોની તસવીરો અને સ્મૃતિચિહ્નો
– ભૂકંપનો લાઈવ અનુભવ કરાવતું સિમ્યુલેટર
– જ્ઞાન- વિજ્ઞાન ગેલેરીમાં ભૂકંપ આવવાની પ્રક્રિયા, વૈજ્ઞાનિક માહિતી
– મેમોરિયલની દિવાલ પર ભોગ બનેલા માસૂમ બાળકો અને શિક્ષકોના નામ
– શ્રદ્ધાંજલિ આપવા ડિજિટલ મશાલ, જે સમગ્ર અંજાર શહેરમાં દેખાશે
– લોકાર્પણ પ્રસંગે દિવંગતોના પરિવારના 100 સભ્યોને આમંત્રણ

 કચ્છ ભુજ બ્રાન્ચ કેનાલ(માંડવી)
– વડાપ્રધાનશ્રી કચ્છ ભુજ બ્રાન્ચ કેનાલ(માંડવી)નું કરશે લોકાર્પણ
– અંદાજે રુપિયા 1745 કરોડના ખર્ચે કચ્છ ભુજ બ્રાન્ચ કેનાલનું નિર્માણ
– જિલ્લાના 948 ગામ અને 10 નગરોમાં પીવાનું પાણી પુરુ પાડવાનું આયોજન
– ત્રણ ફોલ અને ત્રણ પમ્પિંગ સ્ટેશનના અદભૂત એન્જિનિયરિંગ તકનીક ધરાવતી નહેર
– કચ્છ બ્રાન્ચ કેનાલ રાપર, ભચાઉ, અંજાર ગાંધીધામ, મુન્દ્રા અને માંડવીમાંથી થાય છે પસાર
– શાખા નહેરની કુલ લંબાઈ 3557.185 કિ.મી.
– નહેરની વહનક્ષમતા 120 ઘન મીટર પ્રતિ સેકન્ડ
– વોટર કેનાલ બેડ પાવર હાઉસથી થશે 23 મેગાવોટથી વધુ વીજ ઉત્પાદન
– અભયારણ્યમાં ઘુડખર કેનાલ પાર કરી શકે તે માટે ખાસ રસ્તાનું નિર્માણ
– ઘુડખરની સુરક્ષા માટે કેનાલની બંને બાજુ બેરીકેડીંગ-ફેન્સીંગ
– કેનાલના પાણીથી ખાસ ક્ચ્છ જિલ્લાના ખેડૂતોને થશે લાભ

. સરહદ ડેરી મિલ્ક પ્રોડ્કશન અને પ્રોસેસિંગ પ્લાંટ
– વડાપ્રધાનશ્રી સરહદ ડેરીના મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાંટનું કરશે લોકાર્પણ
– રાજ્યનો સૌ પ્રથમ સોલાર સંચાલિત ઓટોમેકિટ મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાંટ
– રુપિયા 190 કરોડથી વધુના ખર્ચે 24 એકરમાં પ્લાંટનું નિર્માણ
– 3 મેગાવોટ વિજળી ઉત્પાદન ક્ષમતા ધરાવતા સોલાર પાવર સંચાલિત
– સંપુર્ણ ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાંટ
– દૈનિક 4થી 6 લાખ લિટર દૂધ પ્રોસેસિંગ અને પેકેજીંગ કરવાની ક્ષમતા
– દહીં, છાશ, પનીર, માવો, પેંડા, ઘી જેવી દૂધની બનાવટો તૈયાર થશે
– વર્ષ 2009માં શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ડેરીની સ્થાપના
– 14 મંડળીથી શરૂ થયેલ ડેરી હાલ 735 મંડળીઓ કાર્યરત
– દૈનિક 5.35 લાખ લિટરથી વધુ દૂધ કલેકશન
– 735 મંડળીઓમાં 55 હજારથી વધુ પશુપાલકો ગ્રાહક
– વાર્ષિક 784 કરોડથી વધુ રુપિયાનું પશુપાલકોને ચૂકવણું
– લાખોંદ ખાતે ભારતનો સૌ પ્રથમ ઊંટડીના દૂધનો પેકેજિંગ પ્લાન્ટ
– દૈનિક 4100 લિટર ઊંટડીના દૂધનું કલેકશન