Not Set/ પેટા ચૂંટણી પરિણામ/ ગુજરાત પેટાચૂંટણીમાં કોણ જીતશે બાજી, કોણ બનશે સિકંદર…?

આજે ગુજરાત પેટાચૂંટણી માટે ગણતરી હાથ ધરાઇ છે. 21  ઓક્ટોબર ના રોજ યોજાયેલ ચુંટણીમાં 6 બેઠકો પર સરેરાશ મતદાન 53.67 ટકા થયું હતું. અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા સહિત 42 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે. જેમાં થરાદ માટે જગાણાની સરકારી કોલેજમાં મતગણતરી ચાલી રહી છે. તો રાધનપુર માટે કતપુરની સરકારી કોલેજમાં મતગણતરી ચાલુ છે. ખેરાલુ માટે […]

Top Stories Ahmedabad Gujarat
bayad પેટા ચૂંટણી પરિણામ/ ગુજરાત પેટાચૂંટણીમાં કોણ જીતશે બાજી, કોણ બનશે સિકંદર...?

આજે ગુજરાત પેટાચૂંટણી માટે ગણતરી હાથ ધરાઇ છે. 21  ઓક્ટોબર ના રોજ યોજાયેલ ચુંટણીમાં 6 બેઠકો પર સરેરાશ મતદાન 53.67 ટકા થયું હતું. અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા સહિત 42 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે.

જેમાં થરાદ માટે જગાણાની સરકારી કોલેજમાં મતગણતરી ચાલી રહી છે. તો રાધનપુર માટે કતપુરની સરકારી કોલેજમાં મતગણતરી ચાલુ છે. ખેરાલુ માટે બાસણા મરચન્ટ એન્જિ. કોલેજમાં મતગણતરી થઈ રહી છે. બાયડ માટે વાત્રકની સરકારી કોલેજમાં તો અમદાવાદ અમરાઇવાડી માટે ખોખરાની કે.કા.શાસ્ત્રી કોલેજમાં અને લુણાવાડા માટે લુણાવાડાની પી.એન.પંડ્યા કોલેજમાં મતગણતરી ચાલી રહી છે.

બેઠક દીઠ 5 મતદાન મથકોની રેન્ડમલી વીવીપેટ સ્લીપની ગણતરી  કરવામાં આવશે. મતગણતરી માટે 613 અધિકારી-કર્મચારીઓ ફરજ પર હજાર છે. મતગણતરી કેન્દ્રો પર થ્રી-ટાયર સલામતી વ્યવસ્થા કરવામાં આવી છે.

સવારે 8 વાગ્યાથી મત ગણના શરૂ  થઈ છે. બપોરે 2 વાગ્યા સુધી પરિણામો આવવાની સંભાવના છે. 42 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.