ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. લંડન કોર્ટમાં માલ્યાને મોટો ઝટકો લાગ્યો છે અને હવે વિજય માલ્યાએ લંડનમાં પોતાનો આલીશાન બંગલો ખાલી કરવો પડશે. UBS બેંકે માલ્યા સામેનો કેસ જીતી લીધો છે અને કોર્ટે બંગલો બેંકને સોંપવાનો આદેશ આપ્યો છે. એજન્સીનાં રિપોર્ટ અનુસાર આ આલીશાન બંગલામાં માલ્યા સાથે તેનો પુત્ર અને તેની માતા પણ રહે છે.
આ પણ વાંચો – સાવધાન! / દુનિયાનાં તમામ લોકોનું રસીકરણ નહી થાય તો નવા વેરિઅન્ટ આવતા જ રહેશે : UN Chief
આપને જણાવી દઇએ કે, બિઝનેસમેન વિજય માલ્યાએ પોતાનો બંગલો UBS બેંક પાસે ગીરવી રાખ્યો હતો. પરંતુ હવે કોર્ટે બેંકને આ બંગલાનો અધિકાર આપી દીધો છે, ત્યારબાદ બેંકને આ બંગલાની માલિકી મળી ગઈ છે અને હવે બેંક તેને વેચી શકશે. આ બધુ ત્યારે બન્યુ જ્યારે વિજય માલ્યાની ઘરમાંથી હકાલપટ્ટીનાં આદેશ પર સ્ટે મૂકવાની અરજીને બ્રિટિશ કોર્ટે મંગળવારે ફગાવી દીધી. સ્વિસ બેંક UBS સાથે લાંબા સમયથી ચાલી રહેલા કાયદાકીય વિવાદમાં માલ્યાનું ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. માલ્યાએ આ આદેશ પર સ્ટે મૂકવાની માંગ કરી હતી. લંડન હાઈકોર્ટનાં ચાન્સરી ડિવિઝનનાં જજ મેથ્યુ માર્શે તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે, માલ્યા પરિવારને બાકી રકમની ચુકવણી માટે વધારાનો સમય આપવાનું કોઈ કારણ નથી. જેનો અર્થ છે કે, માલ્યાને આ પ્રોપર્ટીમાંથી બહાર કરી શકાય છે. અહેવાલો અનુસાર, માલ્યાએ સ્વિસ બેંકની 204 મિલિયન પાઉન્ડની લોન પરત કરવાની છે. લંડનમાં માલ્યાનાં આ ઘરમાં તેની 95 વર્ષીય માતા રહે છે. વિજય માલ્યા લંડનનાં રીજન્ટ પાર્ક વિસ્તારમાં સ્થિત આ આલીશાન મકાનમાં રહેતા હતા. જો માલ્યા તુરંત જ ઘર છોડે નહીં તો સુરક્ષાકર્મીઓ તેને બળજબરીથી ઘરની બહાર ફેંકી શકે છે.
UBS bank wins the right to repossess and sell fugitive businessman Vijay Mallya’s luxury home in London where he stays with his son & 95-year-old mother
(File photo) pic.twitter.com/VIg3ZJ6YIm
— ANI (@ANI) January 18, 2022
આ પણ વાંચો – Shocking / જાણીતા બોક્સરે તેના જન્મ દિવસે ગર્લફ્રેન્ડ સાથે પોસ્ટ કરી Nude Photo
જણાવી દઈએ કે વિજય માલ્યા માર્ચ 2016માં બ્રિટન ભાગી ગયો હતો. તે 9,000 કરોડ રૂપિયાની લોનની ગેરરીતિ અને મની લોન્ડરિંગનાં કેસમાં ભારતમાં વોન્ટેડ છે. આ લોન ઘણી બેંકોએ કિંગફિશર એરલાઈન્સને આપી હતી. હાલમાં તે યુકેમાં પ્રત્યાર્પણ વોરંટ પર જામીન પર બહાર છે. માલ્યા અને તેની હવે બંધ થઈ ગયેલી કંપની પર રૂ. 6203 કરોડનો હિસ્સો દેવામાં છે.
