Not Set/ સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દેશની જનતાને કરશે સંબોધિત

  દેશનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે. કોરોના સંકટ વચ્ચે આ વખતે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવશે, પરંતુ રોગચાળાની વચ્ચે આ વખતે તમામ સાવચેતી સાથે ઉજવવામાં આવશે. સ્વતંત્રતાની 74 મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાંજે 7 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. રાષ્ટ્રપતિનું સંબોધન દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયો પર જીવંત […]

India
2e92508951497becc4471198d879f122 1 સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દેશની જનતાને કરશે સંબોધિત
 

દેશનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે. કોરોના સંકટ વચ્ચે આ વખતે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવશે, પરંતુ રોગચાળાની વચ્ચે આ વખતે તમામ સાવચેતી સાથે ઉજવવામાં આવશે. સ્વતંત્રતાની 74 મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાંજે 7 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. રાષ્ટ્રપતિનું સંબોધન દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયો પર જીવંત પ્રસારિત કરવામાં આવશે. આ પછી, રાષ્ટ્રપતિનું સંબોધન રાત્રે 9 વાગ્યે તમામ પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે.

આ અંગે રાષ્ટ્રપતિ સચિવાલય તરફથી એક રજૂઆત જારી કરીને માહિતી આપવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે આજે રાષ્ટ્રપતિનું સંબોધન આકાશવાણી અને તમામ રાષ્ટ્રીય નેટવર્ક અને દૂરદર્શન ચેનલો પર સાંજે 7 વાગ્યે હિન્દી ભાષામાં પ્રસારિત કરવામાં આવશે. આ પછી અંગ્રેજી સંસ્કરણમાં રાષ્ટ્રપતિનું સંબોધન આવશે. જણાવી દઇએ કે, સ્વતંત્રતા દિવસ સમારોહની ગુરુવારે ફૂલ ડ્રેસ રિહર્સલ થઇ હતી. લાલ કિલ્લા ઉપર આર્મી, એરફોર્સ અને નૌકાદળનાં જવાનોએ કૂચ કરી. આ ડ્રેસ રિહર્સલ સવારે 9 કલાકે કરવામાં આવ્યો હતો. વહેલી સવારે 3 વાગ્યે તમામ સુરક્ષાકર્મીઓ રિહર્સલ માટે અહીં પહોંચ્યા હતા.

આપને જણાવી દઇએ કે, 15 ઓગસ્ટનાં રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. તમામ ગણમાન્ય લોકોને અપીલ કરવામાં આવી છે કે જે કાર્યક્રમનાં 2 અઠવાડિયા પહેલા કોરોનાથી સંક્રમિત થયા છે તો તેઓ અહી ભાગ ન લે. પોલીસે જણાવ્યું હતું કે, લાલ કિલ્લા પર આશરે 4000 સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવશે. વળી, લાલ કિલ્લાનાં ગાર્ડ ઓફ ઓનરમાં ભાગ લેવા માટે 350 થી વધુ દિલ્હી પોલીસ સુરક્ષા જવાનોને મોકલવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.