Not Set/ 200 વન ડે રમનારી પહેલી મહિલા ક્રિકેટર બની મિતાલી રાજ

મુંબઇ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અત્યાર સુધીમાં કુલ 263 એક દિવસીય મેચ રમી છે.ભારતની કેપ્ટન અને સ્ટાર બેટ્સવુમન મિતાલી રાજ 200 જેટલી વન-ડે મેચમાં ભારતીય મહિલા ટીમનો હિસ્સો રહી છે.  હેમિલ્ટનમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી એક દિવસીય મેચમાં મિતાલી રાજએ  સૌથી વધુ વનડે રમવાની સિદ્ધિ  પોતાના નામે કરી. મહિલા ક્રિકેટમાં એક દિવસીય મેચ રમવામાં ઇંગ્લેન્ડની પૂર્વ ક્રિકેટર ચાર્લોટ એડવર્ડ્સ બીજા  ક્રમે  છે,જેમણે 191 વનડે […]

Top Stories Sports
mithali 200 વન ડે રમનારી પહેલી મહિલા ક્રિકેટર બની મિતાલી રાજ

મુંબઇ,

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અત્યાર સુધીમાં કુલ 263 એક દિવસીય મેચ રમી છે.ભારતની કેપ્ટન અને સ્ટાર બેટ્સવુમન મિતાલી રાજ 200 જેટલી વન-ડે મેચમાં ભારતીય મહિલા ટીમનો હિસ્સો રહી છે.

 હેમિલ્ટનમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી એક દિવસીય મેચમાં મિતાલી રાજએ  સૌથી વધુ વનડે રમવાની સિદ્ધિ  પોતાના નામે કરી.

મહિલા ક્રિકેટમાં એક દિવસીય મેચ રમવામાં ઇંગ્લેન્ડની પૂર્વ ક્રિકેટર ચાર્લોટ એડવર્ડ્સ બીજા  ક્રમે  છે,જેમણે 191 વનડે મેચ રમી છે.

35 વર્ષની મિતાલી રાજ ભારત તરફથી સૌથી વધુ 123 વન-ડેમાં કેપ્ટનશીપ કરનારી પહેલી મહિલા કેપ્ટન પણ બની છે.મિતાલીએ પોતાની ઇન્ટરનેશનલ કારકિર્દીની શરૂઆત 1999માં આયર્લેન્ડ વિરુદ્ધ કરી હતી.મિતાલી પોતાની પ્રથમ મેચમાં જ અણનમ 114 રન ની ઇનિંગ રમી હતી.

મિતાલીના ડેબ્યુ પછી આ ફોરમેટમા ભારત કુલ  213 મેચ રમી છે,આ બઘી મેચમાં મિતાલી ટીમનો હિસ્સો રહી છે.વન-ડે મેચમાં મિતાલીએ સૌથી વધારે રન બનાવવાવાળી બેટ્સવુમન છે.મિતાલીએ આ ફોરમેટમા 6,622 રન બનાવ્યા છે.એક દિવસ મેચમાં  તેણે 7 સેન્ચુરી અને 52 અડધી સદી લગાવી  છે, જયારે ટેસ્ટમાં પણ તેણે એક સેન્ચુરી ફટકારી છે.ટેસ્ટ અને એક દિવસીય મેચ બંને ફોરમેટમાં મિતાલીની બેટીંગ એવરેજ 50 કરતા વધારેની સરેરાશ છે.