GOA/ શું સોનાલી ફોગાટના મોત પાછળ કોઈ કાવતરું છે? ગોવા પોલીસે હવે હત્યાની FIR નોંધી

પોસ્ટમોર્ટમ માટે તેમની સંમતિ આપી દીધી છે, પરંતુ આ શરત સાથે કે પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ અગાઉ ગોવા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (GMCH) ખાતે બુધવારે થવાનું હતું પરંતુ…

Top Stories India
Sonali Phogat's death

Sonali Phogat’s death: ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને Tiktok સ્ટાર સોનાલી ફોગાટનું મંગળવારે ગોવામાં નિધન થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ 42 વર્ષીય સોનાલી ફોગાટનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. જોકે, મૃત્યુનું સાચું કારણ શું હતું તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. આ બધાની વચ્ચે હવે ગોવા પોલીસે સોનાલી ફોગાટના મોત અંગે હત્યાની FIR નોંધી છે. અગાઉ ગોવા પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો હતો. સોનાલીના પરિવારની ફરિયાદ બાદ પોલીસે હત્યાની FIR નોંધી છે. જોકે, પોલીસ તપાસ આગળ વધારવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

સોનાલી ફોગાટના પરિવારના એક સભ્યએ ગુરુવારે કહ્યું કે તેઓએ પોસ્ટમોર્ટમ માટે તેમની સંમતિ આપી દીધી છે, પરંતુ આ શરત સાથે કે પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ અગાઉ ગોવા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (GMCH) ખાતે બુધવારે થવાનું હતું પરંતુ ફોગાટના ભાઈ રિંકુ ઢાકાએ દાવો કર્યો હતો કે તેની હત્યા તેની બહેનના બે સહયોગીઓ દ્વારા કરવામાં આવી હતી. ઢાકાએ કહ્યું કે ગોવા પોલીસ બે વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધે પછી જ પરિવાર પોસ્ટમોર્ટમની મંજૂરી આપશે.

પોલીસના જણાવ્યા અનુસાર, તેને શંકાસ્પદ હાર્ટ એટેક આવ્યો હતો ત્યારબાદ તેને મંગળવારે સવારે ઉત્તર ગોવા જિલ્લાના અંજુના સેન્ટ એન્થોની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં લાવવામાં આવતા તેને મૃત જાહેર કરવામાં આવી. આ પછી પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો હતો. સોનાલી ફોગાટની બહેન રેમને કહ્યું હતું કે તેણે તેના મૃત્યુના એક દિવસ પહેલા તેની માતા સાથે વાત કરી હતી. આ દરમિયાન સોનાલીએ તેની માતાને કહ્યું કે મને કંઈક ખરાબ ફિલ થઈ રહ્યું છે. એવું લાગે છે કે મારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર ચાલી રહ્યું છે. સોનાલીએ તેની માતાને ભોજનમાં ગડબડની પણ ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો: Cricket/ આ તો ફક્ત ટ્રેલર હતું, એશિયા કપ 2022માં વિરાટ કોહલી પોતાના જૂના અંદાજમાં જોવા મળશે

આ પણ વાંચો: Tech News/ WhatsApp અને Facebookને દિલ્હી હાઈકોર્ટનો મોટો ફટકો, CCIની તપાસ ચાલુ રહેશે 

આ પણ વાંચો: Kutch/ PM મોદીની 27 ઓગસ્ટથી 2 દિવસની ગુજરાત મુલાકાત, કચ્છના અંજારમાં ‘વીર બાળક સ્મારક’નું કરશે લોકાર્પણ