PM Modi Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 ઓગસ્ટે બે દિવસની ગુજરાત મુલાકાતે આવવાના છે. જ્યાં તેઓ અમદાવાદ, કચ્છ અને ગાંધીનગરમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના છે. 27 ઓગસ્ટની સાંજે વડા પ્રધાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવની ઉજવણીમાં હાજરી આપે તેવી અપેક્ષા છે જ્યાં તેઓ એક સભાને સંબોધશે. 28 ઓગસ્ટે સવારે 10 કલાકે પીએમ મોદી કચ્છ યુનિવર્સિટીમાં જનસભાને સંબોધશે. સરહદ ડેરી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજમાં પીએમનો રોડ શો પણ નક્કી કરવામાં આવ્યો છે.

કચ્છમાં ભૂકંપમાં જીવ ગુમાવનારાઓને સ્મૃતિવન મેમોરિયલ શ્રદ્ધાંજલિ
26 જાન્યુઆરી 2001ના રોજ કચ્છમાં આવેલા ભૂકંપ દરમિયાન જીવ ગુમાવનારા લોકોની યાદમાં સ્મૃતિવન મેમોરિયલ બનાવવામાં આવ્યું છે. 470 એકરમાં ફેલાયેલ આ પ્રોજેક્ટ ભુજિયો ડુંગરની ટોચ પર બનાવવામાં આવ્યો છે. ભૂકંપ દરમિયાન જીવ ગુમાવનારા 12,932 પીડિતોના નામ સ્મારકની અંદરની દિવાલ પર લખેલા છે. ભૂકંપમાં માર્યા ગયેલા લોકોમાં કચ્છ જિલ્લાના ખાસ કરીને ભુજના ઘણા લોકોનો સમાવેશ થાય છે. આ સ્મારક-કમ-મ્યુઝિયમની કલ્પના મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કરી હતી.

પાંચ વિભાગમાં પથરાયેલું છે બાળ મ્યૂઝિયમ
દિવંગત બાળકોને સમર્પિત આ મ્યૂઝિયમનું પાંચ વિભાગમાં નિર્માણ કરવામાં આવ્યંવ છે. પ્રથમ વિભાગમાં દિવંગતોની તસવીરો અને ભૂતકાળના સ્મરણો રજૂ કરવામાં આવ્યા છે. ત્યારબાદ વિનાશ વિભાગમાં કાટમાળ દર્શાવીને મૃત્યુ પામેલા બાળકોના સ્મૃતિચિહ્નો અને તેમની પ્રતિકૃતિ રજૂ કરાઇ છે. ત્યાંથી આગળ જતા ભૂકંપનો અનુભવ થઇ શકે તે માટે એક વિશેષ રૂમ બનાવવામાં આવ્યો છે. અહીં સિમ્યુલેટર તેમજ પડદા પર વીડિયો સાથે ભૂકંપની અનુભૂતિ કરાવવામાં આવશે. તે સિવાય જ્ઞાન-વિજ્ઞાન વિભાગમાં ભૂકંપ આવવાની પ્રક્રિયા, વૈજ્ઞાનિક કારણો અને અન્ય જરૂરી વિગતો સમાવિષ્ટ કરવામાં આવી છે. સમાપન ગેલેરીમાં ભૂકંપના અનુભવો વિશે મુલાકાતીઓને સવાલ પૂછવામાં આવ્યા છે.

મેમોરિયલમાં બાળકોના નામ અને શ્રદ્ધાંજલિ માટે પ્રકાશપુંજ
મ્યૂઝિયમની બહાર મેમોરિયલ બનાવવામાં આવ્યું છે. અહીં ભોગ બનેલા માસૂમ બાળકો અને શિક્ષકોના નામ તેમની તસવીરો સાથે દિવાલ પર લખેલા છે. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં એક શક્તિશાળી પ્રકાશપુંજ બનાવવામાં આવ્યો છે, જેમાંથી નિકળતો પ્રકાશ સમગ્ર અંજાર શહેરમાં દેખાશે.
નોંધનીય છે કે ગુજરાત પીએમ મોદીનું ગૃહ રાજ્ય છે અને તેઓ વડાપ્રધાન બનતા પહેલા ત્રણ વખત રાજ્યના સીએમ રહી ચૂક્યા છે. ગુજરાતમાં વર્ષના અંતમાં ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે.
આ પણ વાંચો: રાજકીય / ઝારખંડના CM આવાસ પર ધારાસભ્યો થયા ભેગા, એડવોકેટ જનરલ પણ પહોંચ્યા, કોણ હશે CMની રેસમાં?
