Not Set/ સંક્રમણ બનાવી રહ્યુ છે સુરતનો ચહેરો બદસુરત, 8 દિવસમાં 1000 કેસ નોંધાતા ચિંતા વધી

સુરતમાં કોરોનાનાં કેસોમાં સતત વધારાની સ્થિતિ હાહાકાર સર્જાયાની આંકડાકીય વિગતો સામે આવી રહી છે. જી હા, પાછલા દિવસોમાં સુરતમાં સંક્રમણમાં એટલો તો વધારો નોંધવામાં આવી રહ્યો છે કે, હીરા અને કાપડ બજાર ફરી બંધ કરવાની ફરજ પડવાની સાથે સાથે ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવે પણ સુરતમાં ઘામા નાખવા પડ્યા છે. સુરત મનપા તંત્ર કોરોના સંક્રમણ બાબતે કડક […]

Gujarat Others

સુરતમાં કોરોનાનાં કેસોમાં સતત વધારાની સ્થિતિ હાહાકાર સર્જાયાની આંકડાકીય વિગતો સામે આવી રહી છે. જી હા, પાછલા દિવસોમાં સુરતમાં સંક્રમણમાં એટલો તો વધારો નોંધવામાં આવી રહ્યો છે કે, હીરા અને કાપડ બજાર ફરી બંધ કરવાની ફરજ પડવાની સાથે સાથે ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવે પણ સુરતમાં ઘામા નાખવા પડ્યા છે. સુરત મનપા તંત્ર કોરોના સંક્રમણ બાબતે કડક વલણ પણ અપનાવતુ જોવામાં આવી રહ્યુ છે. 

આપને જણાવી દઇએ કે, છેલ્લા 8 દિવસમાં જ સુરતમાં કોરોનાનાં અધધધ 1 હજાર પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. આટલા મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસમાં નોંધવામાં આવી રહેલ વધારાથી તંત્ર ચિંતામાં મુકાયું છે. પ્રાથમીક દ્રષ્ટીએ જોવામાં આવે તો સુરતમા આટલી હદે ચેપ ફેલાવવાનું કારણ મુખ્યત્વે હીરા ઉદ્યોગને માનવવામાં આવી રહ્યું છે. મનપા કમિશનર અને સુરત તંત્ર દ્વારા સતત હીરા ઉદ્યોગ એસો સાથે બેઠકો યોજવામાં આવી રહી છે અને સંક્રમણને વધતુ રોકવા તમામ શક્ય પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews