Not Set/ ડીસા નગરપાલિકાના આ મહત્વપૂર્ણ નિર્ણય જાણીને તમે પણ કહેશો વાહ

બનાસકાંઠા, દેશભરમાં રાજ્ય સરકારો, મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા લોકોના ઘર વેરા વસુલાત કરવામાં આવતા હોય છે. જેમાં દેશ નો કોઈપણ નાગરિક આ વેરામાંથી મુક્તિ મેળવી શકતા નથી. ત્યારે બનાસકાંઠા જીલ્લાની ડીસા નગરપાલિકાએ સુરક્ષા કરતા જવાનો અને વિધવા મહિલાઓના ઘરના વેરા માફ કરવાની યોજના બનાવીને માનવતાના ધોરણે એક ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ડીસા નગરપાલિકાએ એક પહેલ કરી […]

Top Stories
Untitled 6 ડીસા નગરપાલિકાના આ મહત્વપૂર્ણ નિર્ણય જાણીને તમે પણ કહેશો વાહ
બનાસકાંઠા,
દેશભરમાં રાજ્ય સરકારો, મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા લોકોના ઘર વેરા વસુલાત કરવામાં આવતા હોય છે. જેમાં દેશ નો કોઈપણ નાગરિક આ વેરામાંથી મુક્તિ મેળવી શકતા નથી. ત્યારે બનાસકાંઠા જીલ્લાની ડીસા નગરપાલિકાએ સુરક્ષા કરતા જવાનો અને વિધવા મહિલાઓના ઘરના વેરા માફ કરવાની યોજના બનાવીને માનવતાના ધોરણે એક ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ડીસા નગરપાલિકાએ એક પહેલ કરી છે જેમાં દેશની ખડેપગે સેવા કરતા સુરક્ષા જવાનો જેમાં BSF,CRPF હોય કે એરફોર્સ હોય કે નૌકાદળ હોય, આ તમામ જવાનોના ડીસા પાલિકામાં ઘર હશે તેનો વેરો માફ કરવાનો નિર્ણય કર્યો છે. યોજના બનાવ્યા બાદ સોમવારે પાલિકાના જનરલ બોર્ડમાં આ નિર્ણયને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો છે.
દેશ ની આ પ્રથમ પાલિકાના આ નિર્ણયને શાસકપક્ષની સાથે વિરોધ પક્ષે પણ સ્વીકાર્યો છે. સાથે સાથે પાલિકાના પ્રમુખખે ગુજરાતની તમામ પાલિકાઓને આ વેરો માફ કરવા જોઈએ તેવી અપીલ પણ કરી હતી.
આ અંગે વધુમાં જણાવતા ડીસા નગરપાલિકા પ્રમુખ પ્રવિણ માલીએ જણાવ્યું હતું કે, BSF,CRPF, CISF, એરફોર્સ કે નૌકાદળના જવાનો તેમજ વિધવા બહેનોના ઘરમાં કમાવવા માટેનું કોઈ સાધન ન હોય તો તેઓના ઘરમાં વેરો માફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે આ નિર્ણય દેશભરમાં પ્રથમ નગરપાલિકા હશે. સાથે સાથે તેઓએ રાજ્યની તમામ ૧૬૫ નગરપાલિકાઓને પણ આ નિર્ણયને લાગુ કરવા માટે અપીલ કરી હતી.
વિરોધ પક્ષના નેતા વિપુલ શાહે આ નિર્ણયને આવકાર્ફ્તા જણાવતા કહ્યું હતું કે, પાલિકાના જનરલ વોર્ડમાં પસાર કરવામાં આવેલા આ નિર્ણયને વિરોધ પક્ષ સહિત તમામ ચુંટાયેલા સભ્યોને આવકારીએ છીએ. જવાનો અને વિધવા બહેનો માટે વેરા માફીનો નિર્ણય સહરાનીય છે અને આ માટે અમે બોર્ડનો પણ આભાર માનીએ છીએ.