Not Set/ ભારતીય ટીમના ગબ્બરે આ રેકોર્ડ બનાવવાની સાથે જ મહાન ક્રિકેટર બ્રેડમેનના ક્લબમાં મેળવ્યું સ્થાન

બેંગલુરુ, ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બેંગલુરૂમાં એક માત્ર ઐતિહાસિક ટેસ્ટ રમાઈ રહી છે. ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતીય ટીમને શાનદાર શરૂઆત આપતા સ્ફોટક ઓપનર બેટ્સમેન શિખર ધવન અને મુરલી વિજયની જોડીએ પ્રથમ વિકેટ માટે ૧૬૮ રનની ભાગીદારી નોધાવી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાના ગબ્બર કહેવાતા શિખર ધવને અફઘાનિસ્તાનના બોલરોની ધુલાઇ કરતા ટેસ્ટ કેરિયરની સાતમી સદી ફટકારી હતી. ધવન ૯૬ બોલમાં […]

Sports
DfoVwXjU8AIbRqK ભારતીય ટીમના ગબ્બરે આ રેકોર્ડ બનાવવાની સાથે જ મહાન ક્રિકેટર બ્રેડમેનના ક્લબમાં મેળવ્યું સ્થાન

બેંગલુરુ,

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બેંગલુરૂમાં એક માત્ર ઐતિહાસિક ટેસ્ટ રમાઈ રહી છે. ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતીય ટીમને શાનદાર શરૂઆત આપતા સ્ફોટક ઓપનર બેટ્સમેન શિખર ધવન અને મુરલી વિજયની જોડીએ પ્રથમ વિકેટ માટે ૧૬૮ રનની ભાગીદારી નોધાવી હતી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાના ગબ્બર કહેવાતા શિખર ધવને અફઘાનિસ્તાનના બોલરોની ધુલાઇ કરતા ટેસ્ટ કેરિયરની સાતમી સદી ફટકારી હતી. ધવન ૯૬ બોલમાં ૧૦૭ રન બનાવી આઉટ થયો હતો, પરંતુ આ ઇનિંગ્સ દરમિયાન ધવને એક રેકોર્ડ પણ બનાવ્યો છે.

શિખર ધવને ટેસ્ટ મેચના પ્રથમ સેશનમાં જ ૯૧ બોલમાં ૧૦૪ રન ફટકારવાની સાથે જ સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ભારત માટે લંચ પહેલા એક સેશનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પૂર્વ સ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગના નામે હતો. સહેવાગે ૨૦૦૬માં વેસ્ટઇન્ડીઝ સામે ૯૯ રન બનાવ્યા હતા.

આ ઉપરાંત ધવને ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર સર ડોન બ્રેડમેનના ક્લબમાં પણ સ્થાન મેળવ્યું છે. આ રેકોર્ડ બનાવનાર ધવન દુનિયાનો છઠ્ઠો બેટ્સમેન બની ગયો છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના વિક્ટર ટ્રન્પર, ચાર્લી મૈકાર્ટની, પાકિસ્તાનના મજીદ ખાન અને ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરનો સમાવેશ થાય છે.

જો કે આ વચ્ચે વરસાદના કારણે મેચ રોકાઈ હતી, પરંતુ ત્યારબાદ મેચ શરૂ થયા બાદ પ્રથમ દિવસના અંતે ભારતીય ટીમે ૬ વિકેટના નુકશાને ૩૩૪ રન બનાવી લીધા છે. હાલ ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા ૧૦ અને આર. અશ્વિન ૭ રને રમતમાં છે.

અજીન્ક્ય રહાનેએ સંભાળી ટીમની કમાન

આ પહેલા ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. બીજી બાજુ ભારતીય ટીમના પ્લેઇંગ ઇલેવનમાં પણ ફેરફાર જોવા મળ્યા છે. કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં અજીન્ક્ય રહાનેને ટીમની કમાન સોપવામાં આવી છે. જયારે વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક પણ આઠ વર્ષ પછી ટેસ્ટ ટીમમાં વાપસી થઇ છે.

અફઘાનિસ્તાને કર્યું ટેસ્ટ ડેબ્યું

અફઘાનિસ્તાનની ટીમ પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમી રહી છે, ત્યારે ટીમના કેપ્ટન અસગર સ્ટાનિકજાઈને ટોસ પહેલા ભારતના પૂર્વ ખેલાડી સલીમ દુર્રાનીએ સ્મૃતિ ચિન્હ ભેટ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીયમંત્રી રાજ્યવર્ધન રાઠોડે પણ અફઘાનિસ્તાનની ટીમ સાથે મુલાકાત કરી હતી.