WI vs ENG/ અંતિમ ઓવરમાં હોલ્ડરની શાનદારે હેટ્રિકનાં દમ પર વેસ્ટ ઈન્ડિઝની ટીમે ઈગ્લેન્ડને 17 રનથી હરાવી સીરીઝ નામે કરી

ઓલરાઉન્ડર જેસન હોલ્ડર (4 બોલમાં 4 વિકેટ)ની છેલ્લી ઓવરમાં શાનદાર હેટ્રિકનાં કારણે વેસ્ટ ઈન્ડિઝે પાંચમી અને અંતિમ T20 ઈન્ટરનેશનલ મેચમાં ઈંગ્લેન્ડને 17 રનથી હરાવી શ્રેણી 3-2થી જીતી લીધી.

Sports
1 2022 01 31T065625.066 અંતિમ ઓવરમાં હોલ્ડરની શાનદારે હેટ્રિકનાં દમ પર વેસ્ટ ઈન્ડિઝની ટીમે ઈગ્લેન્ડને 17 રનથી હરાવી સીરીઝ નામે કરી

ઓલરાઉન્ડર જેસન હોલ્ડર (4 બોલમાં 4 વિકેટ)ની છેલ્લી ઓવરમાં શાનદાર હેટ્રિકનાં કારણે વેસ્ટ ઈન્ડિઝે પાંચમી અને અંતિમ T20 ઈન્ટરનેશનલ મેચમાં ઈંગ્લેન્ડને 17 રનથી હરાવી શ્રેણી 3-2થી જીતી લીધી. યજમાન વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરીને 4 વિકેટે 179 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો અને પછી હોલ્ડરની શાનદાર હેટ્રિકનાં આધારે ઈંગ્લેન્ડ એક બોલ બાકી રહેતા 162 રનમાં ઓલઆઉટ થઈ ગયું.

આ પણ વાંચો – Tennis Rankings / ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન બાર્ટી ટોપ પર યથાવત છે, પુરુષોમાં જોકોવિચે ફરી રેન્કિંગમાં પ્રથમ સ્થાને

કેપ્ટન કિરોન પોલાર્ડ અને રોમેન પોવેલે વેસ્ટ ઈન્ડિઝને 179 સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. પોલાર્ડે 25 બોલમાં બે ચોક્કા અને એક છક્કાની મદદથી અણનમ 41 અને પોવેલે 17 બોલમાં ચાર છક્કા અને એક ચોક્કાની મદદથી અણનમ 35 રન બનાવ્યા હતા. તેના સિવાય બ્રેન્ડન કિંગે 34 અને કાયલ મેયર્સે 31 રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી આદિલ રશીદ અને લિવિંગસ્ટોને બે-બે સફળતા મેળવી હતી. 180 રનનાં લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ એક બોલ બાકી રહેતા 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મહેમાન ટીમ માટે જેમ્સ વિન્સે 35 બોલમાં 7 ચોક્કા અને એક છક્કા સાથે સૌથી વધુ 55 રન બનાવ્યા હતા. તેના સિવાય સેમ બિલિંગ્સે 41 રનનું યોગદાન આપ્યું હતું. કેરેબિયન ઓલરાઉન્ડર હોલ્ડરે ક્રિસ જોર્ડન (7), આદિલ રશીદ (0) અને શાકિબ મહમૂદ (0)ને આઉટ કરીને હેટ્રિક પૂરી કરી હતી. આ સિવાય તેણે સેમ બિલિંગ્સ (41) અને કેપ્ટન મોઈન અલી (14)ને પેવેલિયન મોકલીને મેચમાં પોતાનો પંજો ખોલ્યો હતો. તેણે છેલ્લી ઓવરમાં હેટ્રિક પૂરી કરી હતી.

આ પણ વાંચો – ધરપકડ / માન્ચેસ્ટર યુનાઈટેડ ફૂટબોલરની ધરપકડ, ગર્લફ્રેન્ડે લગાવ્યો હુમલો અને શારીરિક શોષણના ગંભીર આરોપ

આ સાથે જ હોલ્ડર T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 4 બોલમાં 4 વિકેટ લેનારો વિશ્વનો ચોથો બોલર બની ગયો છે. આ પહેલા અફઘાનિસ્તાનનાં લેગ સ્પિનર ​​રાશિદ ખાન, શ્રીલંકાનાં ફાસ્ટ બોલર લસિથ મલિંગા અને આયર્લેન્ડનાં કુર્તિસ કેમ્પર આ કારનામો કરી ચુક્યા છે. કોમ્પરે ગયા વર્ષે જ T20 વર્લ્ડ કપમાં ચાર બોલમાં 4 વિકેટ ઝડપી હતી.