IPL 2024/ મુંબઈ ઇન્ડિયન્સની જીત બાદ પણ BCCI એ કેપ્ટન હાર્દિક પંડયાને ફટકાર્યો દંડ

મુંબઈ ઈન્ડિન્સના કેપ્ટન હાર્દિક પંડયા ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. IPL 2024માં 18 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રોમાંચક મેચ જોવા મળી હતી.

India Sports
Beginners guide to 2024 04 19T092616.895 મુંબઈ ઇન્ડિયન્સની જીત બાદ પણ BCCI એ કેપ્ટન હાર્દિક પંડયાને ફટકાર્યો દંડ

મુંબઈ ઈન્ડિન્સના કેપ્ટન હાર્દિક પંડયા ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. IPL 2024માં મુંબઈ ઇન્ડિયન્સે ગઈકાલે પંજાબ કિંગ્સ સામે જીત મેળવી હોવા છતાં BCCI કેપ્ટન હાર્દિક પંડ્યાથી નારાજ થઈ છે.  IPL 2024માં 18 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રોમાંચક મેચ જોવા મળી હતી. જે હાર્દિક પંડયાની મુંબઈએ 9 રને જીતી હતી. આ સિઝનમાં મુંબઈની આ ત્રીજી જીત છે. જો કે આ જીત બાદ મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાને સજા મળી છે. જે બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હાર્દિક પંડયાને દંડ ફટકાર્યો છે. ફરી એકવાર આ મેચમાં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. હાર્દિક પંડયાએ બેટિંગ દરમિયાન માત્ર 10 રન બનાવ્યા હતા, આ સિવાય બોલિંગ દરમિયાન તેને એક સફળતા મળી હતી.

હાર્દિકને દંડ ફટકાર્યો
વાસ્તવમાં, મુંબઈ ઈન્ડિયન્સ પંજાબ કિંગ્સ સામે ધીમી ઓવર રેટથી બોલિંગ કરવા માટે દોષી સાબિત થઈ હતી. જે બાદ ટીમના કેપ્ટન હાર્દિક પંડયા પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સિઝનમાં પ્રથમ વખત મુંબઈએ ધીમી ઓવર રેટથી બોલિંગ કરી હતી. જો કોઈ ટીમ મેચ દરમિયાન ધીમી ઓવર રેટ કરે છે તો તેના કેપ્ટનને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે.

 આ ત્રણેય ખેલાડીઓ ચમક્યા
મુંબઈ ઈન્ડિયન્સને પંજાબ સામે સિઝનની ત્રીજી જીત મળી છે. આ સાથે મુંબઈએ પણ પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. મુંબઈની જીતમાં સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ અને ગેરાલ્ડ કોએત્ઝી ચમક્યા હતા. પ્રથમ બેટિંગ કરતા સૂર્યકુમાર યાદવે 78 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ પછી બોલિંગમાં જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 21 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે ગેરાલ્ડે 4 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ લીધી હતી. હાલ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પહેલા તબક્કાના મતદાનમાં મોદી સરકારના 8 મંત્રીઓ મેદાનમાં 

આ પણ વાંચો:સલમાનના ઘર પર ફાયરિંગના કેસમાં વધુ એક ઝડપાયો

આ પણ વાંચો:બ્રિજ ભૂષણ સિંહે યૌન ઉત્પીડન કેસમાં દિલ્હી કોર્ટનો કર્યો સંપર્ક, વધુ તપાસની કરી માગ