Not Set/ LIVE IND v/s SA : દક્ષિણ આફ્રિકાની લીડ ૨૦૦ રનને પાર, SA : ૨૦૦/૫

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચ શ્રેણીની બીજી ટેસ્ટ સેન્ચુંરિયનમાં રમાઈ રહી છે. ટેસ્ટ મેચના ચોથા દિવસની રમત આગળ ધપાવતા દક્ષિણ આફ્રિકાએ બીજી ઇનિંગ્સમાં લીડ ૨૦૦ રનને પાર પહોચાડી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આફ્રિકાએ બીજી ઇનિંગ્સમાં ૫ વિકેટના નુકશાને ૨૦૦ રન ફટકારી લીધા છે. અને આ સમયે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ […]

Sports
qck 3ee2b 1516098115 LIVE IND v/s SA : દક્ષિણ આફ્રિકાની લીડ ૨૦૦ રનને પાર, SA : ૨૦૦/૫

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચ શ્રેણીની બીજી ટેસ્ટ સેન્ચુંરિયનમાં રમાઈ રહી છે. ટેસ્ટ મેચના ચોથા દિવસની રમત આગળ ધપાવતા દક્ષિણ આફ્રિકાએ બીજી ઇનિંગ્સમાં લીડ ૨૦૦ રનને પાર પહોચાડી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આફ્રિકાએ બીજી ઇનિંગ્સમાં ૫ વિકેટના નુકશાને ૨૦૦ રન ફટકારી લીધા છે. અને આ સમયે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ૨૧ રન અને વર્નોન ફિલેન્ડર ૨૧ રને રમતમાં હતા. ભારત તરફથી ઝડપી બોલર મોહમ્મદ શામીએ ૩ જયારે જસપ્રીત બુમરાહે ૨ વિકેટ ઝડપી હતી.  આ પહેલા દક્ષિણ આફીકાએ ત્રીજા દિવસની રમત આગળ ધપાવતા એબી ડીવિલિયર્સ ૮૦ રન અને ઓપનર દિન એલ્ગર ૬૧ રન બનાવી આઉટ થયો હતો.

ભારતીય ટીમે પ્રથમ ઇનિંગ્સમાં ૩૦૭ રન ફટકાર્યા હતા. ભારત તરફથી કેપ્ટન કોહલીએ શાનદાર સદી ફટકારી છે. કોહલીએ ટેસ્ટ કેરિયરની ૨૧ મી સદી ફટકારી હતી. જયારે ઝડપી બોલર મોર્ની મોર્કલે ૪ વિકેટ ઝડપી હતી. જયારે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી દક્ષિણ આફ્રિકન ટીમે પ્રથમ ઇનિંગ્સમાં ૩૩૫ રનનો સ્કોર ખડકયો હતો. આફ્રિકા તરફથી ઓપનર માર્કરમેં ૯૪ જયારે હાશિમ અમલાએ ૮૨ રન ફટકાર્યા હતા. સ્પિનર આર. અશ્વિને ૪, ઝડપી બોલર ઇશાંત શર્માએ ૩ જયારે મોહમ્મદ સામીએ ૧ વિકેટ ઝડપી હતી.