Not Set/ ચાર અધિકારીઓની ગેંગ પીએમ મોદીની પાછળ પડી ગઈ છે : સુબ્રમણ્યમ સ્વામીનો આરોપ

દેશની સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઇમાં મચેલા આંતર કલહના કારણે સનસની મચી ગઈ છે. સીબીઆઈના નંબર-1 અને નંબર-2 અધિકારીએ એક-બીજા પર લાંચ લેવાના આરોપ લગાવ્યા છે. આ મામલો દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી ગયો છે. આ વચ્ચે ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મોટો આરોપ લગાવ્યો છે. સ્વામીનું કહેવાનું છે કે, દેશના ચાર મોટા અધિકારી પ્રધાનમંત્રી મોદીની પાછળ […]

Top Stories India
swamy ચાર અધિકારીઓની ગેંગ પીએમ મોદીની પાછળ પડી ગઈ છે : સુબ્રમણ્યમ સ્વામીનો આરોપ

દેશની સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઇમાં મચેલા આંતર કલહના કારણે સનસની મચી ગઈ છે. સીબીઆઈના નંબર-1 અને નંબર-2 અધિકારીએ એક-બીજા પર લાંચ લેવાના આરોપ લગાવ્યા છે. આ મામલો દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી ગયો છે.

21TH THGRP ASTHANAS 1 1 e1540473083319 ચાર અધિકારીઓની ગેંગ પીએમ મોદીની પાછળ પડી ગઈ છે : સુબ્રમણ્યમ સ્વામીનો આરોપ

આ વચ્ચે ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મોટો આરોપ લગાવ્યો છે. સ્વામીનું કહેવાનું છે કે, દેશના ચાર મોટા અધિકારી પ્રધાનમંત્રી મોદીની પાછળ પડી ગયા છે અને એમનું ભલું ઇચ્છતા નથી.

અમદાવાદમાં સ્વામીએ સીબીઆઈ વિવાદ પર કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં જે થયું એ દુઃખદ ઘટના છે. ચાર અધિકારીઓની ગેંગ પ્રધાનમંત્રી મોદીનું અહિત કરી રહી છે. આ ગેંગમાં હસમુખ અઢિયા અને રાકેશ અસ્થાના સહીત ચાર લોકો સામેલ છે. આ લોકો એમની દાદાગીરી કરે છે. જણાવી દઈએ કે, હસમુખ અઢિયા નાણાં સચિવ છે. અને રાકેશ અસ્થાના સીબીઆઇમાં નંબર-2 હતા.

dc Cover g6cpca63spmouog48p68fk20a0 20170530184658.Medi e1540473192936 ચાર અધિકારીઓની ગેંગ પીએમ મોદીની પાછળ પડી ગઈ છે : સુબ્રમણ્યમ સ્વામીનો આરોપ

સુબ્રમણ્યમ સ્વામીએ આગળ જણાવ્યું કે, હું પીએમ મોદીનો સમર્થક છું. પરંતુ કેટલાક લોકોની ગેંગ એમની સાથે કઈ પણ સારું નથી થવા દેતી. અને એમના સાથી જ એમના પગ કાપી રહ્યા છે.