UP Election/ કુંડામાં SP ઉમેદવાર ગુલશન યાદવના કાફલા પર હુમલો, પોલીસે કહ્યું- બધું બરાબર અને…  

સપાના ઉમેદવાર ગુલશન યાદવ પ્રવાસ પર હતા અને જેવા તેઓ પહાડપુર બનોહી મતદાન મથકની બહાર આવ્યા ત્યારે કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો

India
ગુલશન યાદવના

પ્રતાપગઢ જિલ્લાના કોતવાલી કુંડા પોલીસ સ્ટેશનના પહારપુર બનોહીમાં રવિવારે સવારે 11 વાગ્યે સમાજવાદી પાર્ટીના કુંડા વિધાનસભા ક્ષેત્રના ઉમેદવાર ગુલશન યાદવના કાફલા પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો, જેના કારણે તેમના વાહનને નુકસાન થયું હતું. અને તેમને સામાન્ય ઈજાઓ થઈ હતી.  ત્યારે આ મામલે પોલીસ કહે છે કે બધું બરાબર છે. મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. આ ફરિયાદ સપાના ઉમેદવારે આપી છે. તે અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઘટનાની પુષ્ટિ કરતા ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ઝોન ઓફિસર) કુંડા અજીત કુમારે જણાવ્યું કે સપાના ઉમેદવાર ગુલશન યાદવ પ્રવાસ પર હતા અને જેવા તેઓ પહાડપુર બનોહી મતદાન મથકની બહાર આવ્યા ત્યારે કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો, જેના કારણે વાહનોને નુકસાન થયું. કુમારે કહ્યું કે યાદવના સુરક્ષાકર્મીઓએ તેમને બચાવ્યા.

ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અધિક્ષક અને જિલ્લા મેજિસ્ટ્રેટ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે રઘુરાજ પ્રતાપ સિંહ, જે 1993થી કુંડા વિધાનસભા ક્ષેત્રમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે જીતી રહ્યા છે, તેઓ આ વખતે તેમની રચિત જનસત્તા પાર્ટી તરફથી મેદાનમાં છે અને તેમના જૂના સાથી ગુલશન યાદવ તેમને સમાજવાદી પાર્ટી તરફથી લડત આપી રહ્યા છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે પ્રતાપગઢ જિલ્લામાં રવિવારે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે.

આ પણ વાંચો : યુક્રેનમાં ફસાયેલા 240 ભારતીયોને લઈને બુડાપેસ્ટથી દિલ્હી પપહોંચી ત્રીજી ફ્લાઇટ, વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો આનંદ

આ પણ વાંચો :મણિપુરમાં મતદાન પહેલા જબરદસ્ત બોમ્બ બ્લાસ્ટ, 2ના મોત અને 5 ઘાયલ

આ પણ વાંચો :રામ રહીમ 21 દિવસ પછી ફરી જશે જેલમાં: ચારેબાજુ પોલીસ ફોર્સ તૈનાત, આસપાસના વિસ્તારમાં સુરક્ષા કડક

આ પણ વાંચો :મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધન કરી રહ્યા છે PM મોદી, 2014 પછી 200 થી વધુ મૂર્તિઓ પરત લાવવામાં આવી