Not Set/ આરબીઆઈની આ વાત નહિ માનો, તો આપનું બેંક એકાઉન્ટ થઇ શકે છે ખાલી

જે ઝડપથી ઈન્ટરનેટ લોકોના ઘરે-ઘરે પહોંચી રહ્યું છે, એ જ ગતિથી આ સંબંધિત ફ્રોડ પણ વધવા લાગ્યા છે. જે કારણે ભારતીય રીઝર્વ બેંકે નાગરિકોને જાગૃત કરવા માટે અભિયાન ચલાવ્યું છે. આ અભિયાનમાં બેંક ઓનલાઈન ફ્રોડ અને બેંકિંગ સાથે જોડાયેલી બધી લેણ-દેણ સંબંધી માહિતી આપે છે. આ દિશામાં બુધવારે કેન્દ્રીય બેંકે એક જાહેરનામું બહાર પાડ્યું છે. […]

Top Stories India Business
33256 rupee1 pti આરબીઆઈની આ વાત નહિ માનો, તો આપનું બેંક એકાઉન્ટ થઇ શકે છે ખાલી

જે ઝડપથી ઈન્ટરનેટ લોકોના ઘરે-ઘરે પહોંચી રહ્યું છે, એ જ ગતિથી આ સંબંધિત ફ્રોડ પણ વધવા લાગ્યા છે. જે કારણે ભારતીય રીઝર્વ બેંકે નાગરિકોને જાગૃત કરવા માટે અભિયાન ચલાવ્યું છે. આ અભિયાનમાં બેંક ઓનલાઈન ફ્રોડ અને બેંકિંગ સાથે જોડાયેલી બધી લેણ-દેણ સંબંધી માહિતી આપે છે.

આ દિશામાં બુધવારે કેન્દ્રીય બેંકે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં એમણે એમના નામે આવતા ઈ-મેઈલથી બચવાની સલાહ આપી છે. આરબીઆઈના નામથી આવતા ઈ-મેઈલ આપના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવેલી પરસેવાની કમાણી સાફ કરી શકે છે.

fraud 555 070518025841 આરબીઆઈની આ વાત નહિ માનો, તો આપનું બેંક એકાઉન્ટ થઇ શકે છે ખાલી

ભારતીય રીઝર્વ બેંકે કહ્યું કે એમના નામથી ઘણા લોકોને બોગસ ઈ-મેઈલ મોકલવામાં આવે છે. ત્યારબાદ લાખો રૂપિયાનું ઇનામ મેળવવા માટે પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જ રૂપે પૈસા મંગાવવામાં આવે છે.

જાણકારી ના હોવાના અભાવમાં કેટલાક લોકો વિચાર્યા વગર ઇનામ મેળવવા માટે પૈસા મોકલી દે છે. જ્યાં સુધીમાં એમને ફ્રોડ થયું હોવાની ખબર પડે છે ત્યાં સુધીમાં એમનું હજારો રૂપિયાનું નુકસાન થઇ ચુક્યું હોય છે.

fraud 555 070518025841 આરબીઆઈની આ વાત નહિ માનો, તો આપનું બેંક એકાઉન્ટ થઇ શકે છે ખાલી

ભારતીય રીઝર્વ બેંકે સાફ કર્યું છે કે એમના તરફથી આવા મેસેજ અને ઈ-મેઈલ કોઈને પણ મોકલવામાં આવતા નથી.

કેન્દ્રીય બેંકે કહ્યું કે રીઝર્વ બેંકના નામથી બોગસ ઈ-મેઈલ મોકલનારા આરબીઆઈ અને રીઝર્વ બેંક જેવા નામોનો ઉપયોગ કરતા હોય છે. જે કારણે લોકો ખાસ ધ્યાન નથી આપતા હોતા. પરંતુ ફ્રોડના મામલાઓથી બચવા માટે એ જાણવું જરૂરી છે કે ઈ-મેઈલ કયા એડ્રેસ પરથી આવ્યો છે.

rbi1 070518025217 આરબીઆઈની આ વાત નહિ માનો, તો આપનું બેંક એકાઉન્ટ થઇ શકે છે ખાલી

કઈ શંકાસ્પદ લાગવા પર આવેલા ઈ-મેઈલ પર કોઈ પણ જાણકારી શેર ના કરો. આરબીઆઈએ કહ્યું છે કે આવા ઈ-મેઈલ અને મેસેજને કોઈ જવાબ ના આપો.