કાર્યવાહી/ દાહોદમાં દારૂની દારૂબંધીની રેલમછેલ, પીપલોદમાંથી ઝડપાયો લાખો રૂપિયાનો વિદેશી દારૂ

દાહોદ એલસીબી પીએસઆઇ એમ.એફ ડામોર, એન એન પરમાર તથા પીપલોદના પીએસઆઇ જી.બી.પરમાર સહિતનો સ્ટાફ પીપલોદ ગામે વાહન ચેકિંગમાં ઉભો હતો.

Gujarat Others
પીપલોદ

દાહોદના દેવગઢ બારીઆમાં આવેલા પીપલોદ ગામે લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરી જતુ કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું.પીપલોદ પોલીસ વાહન ચેકીંગમાં હતી ત્યારે શંકાસ્પદ કન્ટેનર આવતા તપાસ કરતા વિદેશી દારૂ મળી આવ્યો હતો. કન્ટેનરમાં ચોરખાનું બનાવી  વિદેશી દારૂ લઈ જવાતો હતો.અલગ અલગ મારકાની  640 પેટીઓ જેની કિંમત રૂપિયા 22.16.280નો વિદેશી દારૂ તેમજ ટ્રક તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા 36 લાખ 19 હજાર 280નો કુલ મુદ્દામાલ ઝડપાયો છે.પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે રાજસ્થાનના બાડમેરના રતાસર ગામના ચાલક કિશનલાલ મોડારામ ચૌધરીની ધરપકડ કરી હતી. ચાલક પાસેથી એક મોબાઇલ પણ મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો અને ટ્રક મળીને 36,19,280 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો. પીપલોદ પોલીસ મથકે ગુનો દાખલ કરીને દારૂ ક્યાંથી લવાતો હતો અને ક્યાં લઇ જવાતો હતો તે અંગેની તલસ્પર્શી તપાસ પોલીસે શરૂ કરી છે.

આ પહેલા કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામની પાનોર સીમ વિસ્તારમાં સ્થાનિક પી.એસ.આઈ. કે.એન. ઠાકરીયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ રાજાભાઈ ગોજિયાને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવતા સરકારી ખરાબામાં બાવળની ઝાળીમાં છુપાવીને રાખવામાં આવેલી રૂપિયા 24,400 ની કિંમતની 106 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ખાખરડા ગામના જયપાલસિંહ સતુભા જાડેજા અને જશુભા મનુભા જાડેજા નામના બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં ખંભાળિયાના સંજયનગર વિસ્તારમાં રહેતા વનરાજસિંહ ભુપતસિંહ જાડેજા નામના શખ્સનું પણ નામ ખુલતા પોલીસે પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો:BSFએ પંજાબના ફાઝિલ્કા ગામમાંથી 38 કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત કર્યું

આ પણ વાંચો:ચૂંટણી પ્રચાર માટે ભાજપના પાંચ રાજ્યોના કાર્યકરોના ગુજરાતમાં ધામા

આ પણ વાંચો:દેશના 7 રાજ્યોમાં આવકવેરા વિભાગના દરોડા,CM અશોક ગહેલોતના નજીકના મંત્રી રાજેન્દ્ર યાદવના 53 સ્થળો પર સર્ચ આેપરેશન