Not Set/ અમદાવાદમાં આયેશા કેસનું પુનરાવર્તન થતા અટક્યું, રિવરફ્રન્ટ પર આપઘાતનો પ્રયાસ કરતી યુવતીને પોલીસે બચાવી

અમદાવાદમાં આઈશા કેસનું પુનરાવર્તન થતાં સોમવારે અમદાવાદ પોલીસ ના એક અધિકારીએ અટકાવ્યું છે

Ahmedabad Gujarat
suicide અમદાવાદમાં આયેશા કેસનું પુનરાવર્તન થતા અટક્યું, રિવરફ્રન્ટ પર આપઘાતનો પ્રયાસ કરતી યુવતીને પોલીસે બચાવી

વિશાલ મેહતા, મંતવ્ય ન્યુઝ, અમદાવાદ

અમદાવાદમાં આઈશા કેસનું પુનરાવર્તન થતાં સોમવારે અમદાવાદ પોલીસ ના એક અધિકારીએ  અટકાવ્યું છે. સામાન્ય રીતે પોલીસ હદ ને લઇ ને તકરાર માં અનેક વખત આવતા હોય છે, ત્યારે સોમવાર ની બપોરે સુભાષબ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવતા સમયે ફરઝાનબાનુને બચાવી લેવાયા છે. અને આ બચાવ અન્ય કોઈ નહિ પણ અમદાવાદ SOG ના ACP બી.સી. સોલંકી એ કર્યો છે. એસઓજી-ક્રાઈમ બ્રાન્ચના એસીપી બી.સી.સોલંકી અને સ્ટાફ સરકારી કામ અર્થે ગાંધીનગર જઈ રહયા હતા.

એ સમય દરમિયાન એક મહિલા સાબરમતી નદીમાં ઝંપલાવવા પ્રયાસ કરી રહી હતી. અને એજ સમય ACP બી.સી. સોલંકી સહીત નો સ્ટાફ ની નજર આ કૂદકો મારવા જતી મહિલા પર પડી હતી અને મહિલાને બચાવી લેવા માં આવી હતી. ત્યારે એસીપી બી.સી. સોલંકી એ પ્રાથમિક પૂછ પરછ કરતા જાણવા મળ્યું હતું કે સાસુના ત્રાસથી ત્રસ્ત પરિણીતાએ જિંદગી ટૂંકાવવા આત્મહત્યા નો પ્રયાસ કર્યો હતો. ત્યારે એસીપી સોલંકીએ પરિણીતાને મહિલા પોલીસને સોંપી છે અને મહિલા પૂર્વ પોલીસે પરિણીતાની ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.