Not Set/ હાર્દિક પટેલ – લલિત વસોયાની મુશ્કેલીમાં ફરી તેજી, હવે ટંકારા કોર્ટએ બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કર્યું

વર્ષ 2017માં મોરબીના ટંકારામાં પાટીદાર અનામત આંદોલન સમયે મંજૂરી વગર સભા કરવાના કેસમાં પાસના કન્વિનર અને નેતાઓ ટંકારા કોર્ટમાં હાજર રહ્યા હતા. પરંતુ હાલમાં જ જેલનાં ચલકચલાણાામાંથી બહાર નીકળેલા અને મી. ઇન્ડીયા (ગાયબ) થઇ ગયેલા પાસના કન્વિનર અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ અને કોંગ્રેસનાં MLA  લલિત વસોયા ગેરહાજર રહેતા, બંને સામે કોર્ટ દ્વારા જામીન પાત્ર […]

Top Stories Gujarat Others
hardik 1 હાર્દિક પટેલ - લલિત વસોયાની મુશ્કેલીમાં ફરી તેજી, હવે ટંકારા કોર્ટએ બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કર્યું

વર્ષ 2017માં મોરબીના ટંકારામાં પાટીદાર અનામત આંદોલન સમયે મંજૂરી વગર સભા કરવાના કેસમાં પાસના કન્વિનર અને નેતાઓ ટંકારા કોર્ટમાં હાજર રહ્યા હતા. પરંતુ હાલમાં જ જેલનાં ચલકચલાણાામાંથી બહાર નીકળેલા અને મી. ઇન્ડીયા (ગાયબ) થઇ ગયેલા પાસના કન્વિનર અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ અને કોંગ્રેસનાં MLA  લલિત વસોયા ગેરહાજર રહેતા, બંને સામે કોર્ટ દ્વારા જામીન પાત્ર વોરંટ ઈશ્યૂ કરવામાં આવેલ છે. આપને જણાવી દઇએ કે, હાર્દિક પટેલ અને લલિત વસોયા સહિત કુલ 35 લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે કોર્ટે હવે વારંવાર કોર્ટમાં તારીખ પર ગેરહાજર રહેતા હાર્દિક પટેલ અને લલિત વસોયા વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કર્યું છે

આપને જણાવી દઇએ કે, લલિત વસોયા કોંગ્રેસનાં નેતા અને ધારાસભ્ય છે. જ્યારે પાસનાં કન્વિનર અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ હાલમાં જ જેલ પકડ અને કાયદાની આંટીધૂંટીમાં અટવાયેલા જોવામાં આવ્યા હતા. હાર્દિક પટેલની મુશ્કેલીમાં ત્યારે  વધારો થયો હતો જ્યારે રાજદ્રોહના કેસમાં જેલમાંથી છુટ્યો, એવો તુરંત જ બહાર નીકળતાની સાથે જ માણસા પોલીસે તેની ધરપકડ કરી હતી. માણસામાં થયેલી જાહેરનામા ભંગની ફરિયાદને લઈ પોલીસે તેની ધરપકડ કરી હતી.

જેમાં તેણે જાહેરનામાનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ છે. કોંગ્રેસના નેતાને બીજે દિવસે સ્થાનિક અદાલતે જામીન આપ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલને ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ પોલીસે 2017માં પરવાનગી વગર રેલી કરવા બદલ ધરપકડ કરી હતી.

હાર્દિક પટેલની  પાટણ જિલ્લાની સિધ્ધપુર પોલીસે ધરપકડ કરી હતી. તેની સામે સિધ્ધપુરમાં ચૂંટણીમાં મંજૂરી વગર સભા કરવા બદલ ધરપકડ કરાઈ છે. માણસા કોર્ટમાંથી જામીન પર છૂટકારો થતાં કોર્ટ પટ્ટાગણમાં જ સિધ્ધપુર પોલીસે હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. હાર્દિક પટેલને  સિદ્ધાપુરની સિવિલ કોર્ટમાં હાજર કરાયો હતો. 15 હજાર દંડ સાથે જામીન પર હાર્દિક પટેલને મુક્ત કરાયો છે. કોર્ટે જણાવ્યુ કે હાર્દિક પટેલને નિયમિત કોર્ટમાં હાજર રહેવા ફરમાન કર્યું છે.

હાર્દિક પટેલને જામીનના ચાર દિવસ પહેલા 2015ના એક રાજદ્રોહના કેસમાં નીચલી અદાલતમાં હાજર ન થવાના કારણે ધરપકડ કરવામાં આવી હતી. આ મુદ્દે અમદાવાદ સેશન્સ કોર્ટમાં હાર્દિકની મુદ્દત હતી. જેમાં કોર્ટે આ કેસની આગામી સુનાવણી 1 ફેબ્રુઆરી એ હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે,ગુજરાતની વિવિધ જેલોમાં ચલકચલાણું રમીને ૨૪ જાન્યુઆરીએ કોર્ટ માથી મુક્ત થયેલ હાર્દિક હજુ સુધી ઘરે પહોચ્યો નથી.  હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલે એક ટ્વીટમાં જણાવ્યું છે કે, હાર્દિક હજુ સુધી ઘરે નથી આવ્યો. બીજી તરફ, ક્રાઈમ બ્રાંચના માણસો ઘરે આવીને હાર્દિક ક્યાં છે તેવા સવાલ કરે છે, અને ઘરમાં શોધખોળ કરી જતા રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.