વેરાવળ/ નગરપાલિકા તંત્રની ઝાટકણી, હાઈકોર્ટેનું નક્કર કાર્યવાહી કરવા ફરમાન

ગીર સોમનાથના વેરાવળ નગરપાલિકા તંત્રની ગુજરાત હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે. હાઇકોર્ટના આકરા વલણને પગલે પાલિકા તંત્રની અને ગેરકાયદે બાંધકામ કરતા બિલ્ડરોમાં ખળભળાટ મચ્યો છે.

Gujarat Others
Untitled 45 3 નગરપાલિકા તંત્રની ઝાટકણી, હાઈકોર્ટેનું નક્કર કાર્યવાહી કરવા ફરમાન

ગીર સોમનાથના વેરાવળ નગરપાલિકા તંત્રની ગુજરાત હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે. ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી નહીં કરવા ચીફ ઓફિસરને 25 હજારનો દંડ ફટકારી આઠ દિવસમાં નક્કર કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. હાઇકોર્ટના આકરા વલણને પગલે પાલિકા તંત્રની અને ગેરકાયદે બાંધકામ કરતા બિલ્ડરોમાં ખળભળાટ મચ્યો છે.

ગેરકાયદે થતા હતા બાંધકામો
તંત્ર અને બિલ્ડરોમાં ખળભળાટ

ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહીના હાઇકોર્ટના આદેશનું 2 વર્ષ સુધી પાલન ના કરતા કોર્ટ દ્વારા પાલિકા સામે લાલ આંખ કરવામાં આવી છે. પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસરને 25 હજારનો દંડ ફટકાર્યો છે તો પાલિકા ચીફ ઓફિસર ને આઠ દિવસમાં નક્કર કાર્યવાહી કરવા બાંહેધરી લીધી છે.  હાઇકોર્ટના આકરા વલણને પગલે પાલિકા તંત્રની સાથે ગેરકાયદે બાંધકામ કરતા બિલ્ડરોમાં પણ ખળભળાટ મચી ગયો છે.

ગીર સોમનાથ જિલ્લા ના વડા મથક વેરાવળ શહેર માં પાલિકા તંત્ર ની મીઠી નજર અને ગંભીર બેદરકારી ના પગલે ગેરકાયદે બાંધકામો કરતાં બિલ્ડરો જાણે સિમેન્ટ કોંક્રીટનું જંગલ નિર્માણ કરી રહ્યા ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જી.ડી.સી.આરના નીતિનિયમોને નેવે મૂકી કોઈ જાતની બાંધકામ પરવાનગી મેળવ્યા વિના બેરોકટોક ગેરકાયદે બાંધકામો નો રફળો ફાટતા ટ્રાફિક સહિત ની સમસ્યા દિનપ્રતિદિન વિકરાળ બની રહી છે.

ત્યારે આર.ટી.આઈ સંગઠન દ્વારા ગેરકાયદે બાંધકામો મુદ્દે ગુજરાત હાઇકોર્ટ માં વર્ષ 2018 માં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી.  આ મમલે જાહેરહિતની અરજી કરનાર આરટીઆઇ એક્ટિવિસ્ટ સંસ્થાના પ્રમુખ અફઝલ ભાઈના જણાવ્યા મુજબ જાહેરહિતની અરજી ની સુનવણી સાથે વર્ષ 2020 માં તમામ ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી માટે પાલિકા ચીફ ઓફિસર ને આદેશ કર્યો હતો.

પરંતુ હાઇકોર્ટના આદેશને 2 – 2 વર્ષ જેવો સમય વીતી જવા છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાંના આવી આખરે ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટ ઓફ કન્ટેમ્પટ દાખલ કરતા કોર્ટે વેરાવળ નગરપાલિકા તંત્ર સામે આકરી નારાજગી વ્યક્ત કરી હતી. અને હાઇકોર્ટના આદેશનું પાલનના કરનાર તત્કાલીન ચીફ ઓફિસર જતીન મહેતાને 25 હજારનો દંડ ફટકારી વર્તમાન ચીફ ઓફિસરને આઠ દિવસ નક્કર કાર્યવાહી માટે આદેશ કરવામાં આવ્યો છે.

ગુજરાત હાઈકોર્ટે વેરાવળ નગરપાલિકા તંત્ર ની આકરી ઝાટકણી કાઢી આઠ દિવસ માં નક્કર કાર્યવાહી માટે આદેશ કરતા પાલિકા તંત્ર માં હડકમ્પ મચી ગયો છે. ગેરકાયદે બાંધકામો કરનાર બિલ્ડરો ને આખરી નોટિસો ફટકારી કડક કાર્યવાહી ના નિર્દેશ આપ્યા છે. તો બીજી તરફ પાલિકાની ટી. પી. કમિટી દ્વારા ચીફ ઓફિસરને કાર્યવાહીની સત્તા આપતો ઠરાવ કરી ગેરકાયદે બાંધકામોને પ્રોત્સાહન આપવા પેરવી કરતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. જો કે ગેરકાયદે બાંધકામો મામલે ગુજરાત હાઈકોર્ટના આકરા વલણના પગલે પાલિકાના પદાધિકારીઓ પણ હવે ચીફ ઓફિસરની સાથે રહી કામગીરી કરશે તેવું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.

અત્રે નોંધપાત્ર છે કે ગેરકાયદે બાંધકામો સામે વર્ષ 2020 માં હાઇકોર્ટેના કડક આદેશ બાદ પણ વેરાવળ શહેરમાં ગેરકાયદે બાંધકામો અટક્યા નથી જેની સામે નાગરિકો અને સંસ્થાઓ દ્વારા અનેક લેખિત મૌખિક ફરિયાદ કરવા છતાં પાલિકા તંત્ર કોઈ કાર્યવાહી હાથ ધરતું નથી.  ત્યારે હવે પાલિકા તંત્ર કેવી કાર્યવાહી કરે છે તેના તરફ સૌની મીટ મંડાયેલી છે. તો બીજી તરફ જો હજુ પણ પાલિકા તંત્ર નક્કર કાર્યવાહી નહીં કરે તો ફરી હાઇકોર્ટના દ્વાર ખખડાવવા આર. ટી.આઈ એક્ટિવિસ્ટ સંગઠન દ્વારા તૈયારી બતાવી છે.

Monkey Fever / ઓમિક્રોનમાં વધુ એક વાયરસનો હુમલો, હવે ‘મંકી ફીવર’ માણસોને ચેપ લગાવી રહ્યો છે, જાણો લક્ષણો

National / કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા ઉત્તરાખંડ શહીદોના કેલેન્ડરનું વિમોચન, પૂર્વ CDS બિપિન રાવતને કર્યું સમર્પિત