Sports/ શિખર ધવન અને રોહિત શર્મા અનોખી સિદ્ધિથી કેટલા રન રહ્યા દૂર ?

પ્રથમ વિકેટ માટે ભારતની બીજા નંબરની સૌથી વધુ રન ફટકારતી જોડી, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વધુ એક રેકોર્ડ નોંધાતા રહી ગયો

Sports
શિખર ધવન અને રોહિત શર્મા અનોખી સિદ્ધિથી કેટલા રન રહ્યા દૂર ?

ભારતીય સુકાની રોહિત શર્મા અને ડાબોડી બેટ્સમેન શિખર ધવન 2013 થી એકસાથે ઓપનર્સ તરીકે ટીમ ઇન્ડિયામાં રમી રહ્યા છે. ખાસ કરીને ODIમાં, આ બંને વર્ષોથી ભારતની શ્રેષ્ઠ ઓપનિંગ જોડીમાંની એક સાબિત થઈ છે. તેમાંય આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી વન-ડે મેચમાં બંનેએ એક અનોખી સિદ્ધિ નોંધાવવાની તક હતી. જોકે અલઝારી જોસેફે આ રેકોર્ડથી બંનેને કેટલીક મેચ સુધી દૂર કર્યા છે. રોહિત શર્મા જોસેફની બોલિંગમાં 16 રનની પાર્ટનરશિપ બાદ આઉટ થયો હતો. આ સાથે જ બંને પ્રથમ વિકેટ માટે 5 હજાર નોંધાવવાનો ઐતિહાસિક રેકોર્ડથી હવે 6 રન દૂર રહ્યા છે. હાલ રોહિત અને ધવન ગ્રીનિજ અને હેન્સની વેસ્ટ ઇન્ડિયન જોડીથી માત્ર 156 રન દૂર છે.

Untitled 45 4 શિખર ધવન અને રોહિત શર્મા અનોખી સિદ્ધિથી કેટલા રન રહ્યા દૂર ?

ક્રિકેટ ઇતિહાસમાં ચોથા ક્રમની સર્વશ્રેષ્ઠ ઓપનિંગ

ક્રિકેટ ઇતિહાસમાં સૌથી પહેલા સ્થાને ભારતના સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી બિરાજમાન છે. ગિલક્રિસ્ટ, હેડન (AUS) ગ્રીનિજ, હેન્સ (WI) ધવન-રોહિત કરતાં આગળ છે. આ મેચ પહેલા રોહિત અને ધવનની દિલ્હી-મુંબઈની જોડીને ODI ક્રિકેટમાં 5,000 રનનો આંકડો પાર કરવા માટે માત્ર 22 રનની જરૂર હતી. શુક્રવાર સવાર સુધીમાં, શર્મા અને ધવનની જોડીએ 111 ઇનિંગ્સમાં 45.40નની એવરેજથી ઓપનિંગ પાર્ટનરશિપમાં 4978 રન બનાવ્યા છે. જેમાં 17 વખત 100થી વધુ અને 15 વખત 50થી વધુ રનની પાર્ટનરશિપનો સમાવેશ થાય છે. બંને વચ્ચે 211 રનની સૌથી શ્રેષ્ઠ પાર્ટનરશિપનો પણ સમાવેશ થાય છે.

પ્રથમ વિકેટ માટે સચિન-ગાંગુલીએ 6609 રન નોંધાવ્યા

ભારત અને વિશ્વની સર્વશ્રેષ્ઠ ઓપનિંગ જોડી એટલે સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી…. બંનેએ પ્રથમ વિકેટ માટે 136 ઇનિંગ્સમાં 49.32 રનની સરેરાશથી 6609 રન નોંધાવ્યા છે. જેમાં 258 રનની સર્વશ્રેષ્ઠ ઓપનિંગ પાર્ટનરશિપનો પણ સમાવેશ થાય છે. બંને વચ્ચે 21 વાર 100થી વધુ અને 23 વખત 50થી વધુ રનની ભાગીદારી નોંધાઇ છે.

Monkey Fever / ઓમિક્રોનમાં વધુ એક વાયરસનો હુમલો, હવે ‘મંકી ફીવર’ માણસોને ચેપ લગાવી રહ્યો છે, જાણો લક્ષણો

National / કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા ઉત્તરાખંડ શહીદોના કેલેન્ડરનું વિમોચન, પૂર્વ CDS બિપિન રાવતને કર્યું સમર્પિત