Not Set/ IND v/s ENG Day 2: બીજા દિવસના અંતે ભારતનો સ્કોર 174/6

 ઓવલ, ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચ ઓવલના ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. અંતિમ ટેસ્ટ મેચમાં યજમાન ટીમે વધુ એકવાર ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ દિવસના અંતે 7 વિકેટના નુકશાને ૧૯૮ રન બનાવ્યા હતા. ઓપનર બેટ્સમેન જેનિંગ્સ ૨૩ […]

Top Stories Sports
1BF415F4 3706 4558 B49F 651469081B86 IND v/s ENG Day 2: બીજા દિવસના અંતે ભારતનો સ્કોર 174/6

 ઓવલ,

ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચ ઓવલના ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. અંતિમ ટેસ્ટ મેચમાં યજમાન ટીમે વધુ એકવાર ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ દિવસના અંતે 7 વિકેટના નુકશાને ૧૯૮ રન બનાવ્યા હતા. ઓપનર બેટ્સમેન જેનિંગ્સ ૨૩ રન, ટેસ્ટ કારકિર્દીની અંતિમ ટેસ્ટ રમી રહેલા એલિસ્ટર કૂકેે સૌથી વધુ ૭૧ રન બનાવ્યા હતા, જ્યારે મોઇન અલીએ ૫૦ રન બનાવ્યા હતા.

જો કે ત્યારબાદ યજમાન ટીમનો ધબડકો થયો હતો. કેપ્ટન જો રૂટ  ૦, જોની બેયરસ્ટો ૦ અને બેન સ્ટોક્સ ૧૧, કરન 0  રન બનાવી આઉટ થયા હતા.

66kv4408 jos buttler IND v/s ENG Day 2: બીજા દિવસના અંતે ભારતનો સ્કોર 174/6

બીજા દિવસની શરૂઆત ટીમ ઇન્ડિયા માટે સારી થઈ હતી. જેમાં આદીલ રાશીદ ની વિકેટ બુમરાહે ઝડપી હતી. ત્યારબાદ કોઈપણ બોલરને સફળતા મળી નહતી. જેના પરિણામે 9મી વિકેટ માટે 90 રનની પાર્ટનરશીપ નોંધાવતા બટલર 63 અને બ્રોડ 36 રને હાલ બનાવ્યા હતા, જયારે બ્રોડ 38 અને બટલર 87 રન બનાવી જાડેજાનો શિકાર બન્યા  હતા. ભારત તરફથી સૌથી વધુ  વિકેટ  રવિન્દ્ર જાડેજા એ 4 વિકેટ જયારે ઝડપી બોલર ઇશાંત શર્મા અને બુમરાહે અને  ૩-3 વિકેટ ઝડપી છે.

ભારતની કંગાળ શરૂઆત ધવન બ્રોડ નો અને રાહુલ 37 રને કરનનો શિકાર બન્યો હતો. જયારે પૂજારા અને રહાણે એન્ડરસનનો શિકાર અને કોહલી ૪૯ રન, અને પંત 5 રને સ્ટોકસ નો શિકાર બન્યા હતા. હાલ વિહારી 25 અને જાડેજા 8 રને રમતમા છે.

ઇંગલેન્ડ તરફથી સ્ટોક્સ અને એન્ડરસને 2-2 વિકેટ જયારે બ્રોડ અને કરને 1-1 વિકેટ ઝડપી છે.