Not Set/ ICC મહિલા ટી-૨૦ WC : પ્રથમ મેચમાં સદી ફટકારવાની સાથે જ હરમનપ્રીતે સર્જી રેકોર્ડની હારમાળા

ગુયાના, ભારતીય મહિલા ટીમે ICC મહિલા ટી-૨૦ વર્લ્ડકપની શાનદાર વિજયી શરૂઆત કરી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ મેચમાં ભારતીય ટીમે ૩૪ રને જીત મેળવી હતી. જો કે ભારતીય ટીમના આ શાનદાર વિજયમાં કેપ્ટન હરમનપ્રીત કૌરનો સિંહફાળો રહ્યો હતો. હરમનપ્રીતે માત્ર ૫૧ બોલમાં ૧૦૩ રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી હતી. ૧૦૩ રનની ઇનિંગ્સમાં ભારતીય મહિલા […]

Trending Sports
21harman1 ICC મહિલા ટી-૨૦ WC : પ્રથમ મેચમાં સદી ફટકારવાની સાથે જ હરમનપ્રીતે સર્જી રેકોર્ડની હારમાળા

ગુયાના,

ભારતીય મહિલા ટીમે ICC મહિલા ટી-૨૦ વર્લ્ડકપની શાનદાર વિજયી શરૂઆત કરી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ મેચમાં ભારતીય ટીમે ૩૪ રને જીત મેળવી હતી.

જો કે ભારતીય ટીમના આ શાનદાર વિજયમાં કેપ્ટન હરમનપ્રીત કૌરનો સિંહફાળો રહ્યો હતો. હરમનપ્રીતે માત્ર ૫૧ બોલમાં ૧૦૩ રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી હતી. ૧૦૩ રનની ઇનિંગ્સમાં ભારતીય મહિલા કેપ્ટને ૮ સિક્સર અને ૭  ફોર ફટકારી હતી.

હરમનપ્રીત કૌરે ફટકારેલી આ તૂફાની સદી સાથે જ તેઓએ રેકોર્ડની હારમાળા સર્જી છે.

૧.ભારતીય મહિલા કેપ્ટન હરમનપ્રીતની આ સદી પહેલા કોઈ ભારતીય ખેલાડીએ ટી-૨૦ વર્લ્ડકપમાં સદી ફટકારી ન હતી. આ પહેલા હરમનપ્રીતે પોતે જ બાંગ્લાદેશ સામે સૌથી વધુ ૭૭ રનની ઇનિંગ્સ રમી હતી.

૨. આ ઉપરાંત હરમનપ્રીત કૌર ભારતીય મહિલા ટીમ તરફથી ટી-૨૦ ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી છે. આ પહેલા મિતાલી રાજે અણનમ ૯૭ રન બનાવ્યા હતા.

૩. હરમનપ્રીત વેસ્ટઇન્ડીઝની ડેડ્રા ડોર્ટિન અને ઓસ્ટ્રેલિયાની મેગ લૈનિંગ પછી ટી-૨૦ ક્રિકેટમાં સેન્ચુરી ફટકારનાર ત્રીજી મહિલા ખેલાડી બની છે.

૪. હરમનપ્રીતે મેચની અંતિમ ઓવરમાં ૪૯ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે ટી-૨૦ ક્રિકેટમાં ડેડ્રા ડોર્ટિન (૩૮ બોલ) અને ઈંગ્લીશ ખેલાડી બુમોન્ટ (૪૭ બોલ) બાદ ત્રીજી સૌથી ઝડપી સદી ફટકારી છે.

૫. હરમનપ્રીત કૌર અને જેમિમા રોડ્રિગ્સની જોડીએ ચોથી વિકેટ માટે ૧૩૪ રનની ભાગીદારી કરી હતી, જે એક રેકોર્ડ છે. આ પહેલા પૂનમ રાઉત અને ટી. કામિનીની જોડીએ ૧૩૦ રનની પાર્ટનરશિપ કરી હતી.