મહેસાણા/ રખડતા પશુઓની અડફેટનો ભોગ બન્યા DyCM નીતિન પટેલ, તિરંગા યાત્રા દરમિયાન બની ઘટના

કડીમાં તિરંગા રેલી દરમ્યાન પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલને રખડતી ગાયે અડફેટે લીધા, સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Top Stories Gujarat Others
નીતિન પટેલ
  • કડીમાં તિરંગા યાત્રા દરમિયાન બની ઘટના
  • કરણપુર શાક માર્કેટ નજીક ગાયે અડફેટે લીધા
  • નીતિન પટેલને ઢીંચણના ભાગે થઇ ઇજા
  • સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

ગુજરાતમાં દિન પ્રતિદિન રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય બન્યો છે. ત્યારે આવામાં પૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલને ગાયે અડફેટે લીધા હોવાના સમાચાર સમેર આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કડીમાં તિરંગા રેલી દરમ્યાન પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ ને રખડતી ગાયે અડફેટે લીધા, સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેઓને લોકોના સહારે હોસ્પિટલ સુધી લઈ જવાયા હતા.  જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓ અમદાવાદ તેમના નિવાસસ્થાને આવવા રવાના થયા છે. પરંતુ તેઓની વ્હીલચેર પરની તસવીર ચર્ચા જગાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ભારત આ વર્ષે આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. કારણ કે, 15 ઓગસ્ટે દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેની ઉજવણી કરવા માટે ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેને લઈ આજે કડીમાં તિરંગા રેલીનું આયોજન કરાયું હોઇ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મહેસાણા ધારાસભ્ય નીતિન પટેલ આ રેલીમાં જોડાયા હતા. જોકે આ રેલી દરમ્યાન એક રખડતી ગાયે નીતિન પટેલને અડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખની છે કે અવાર નવાર શહેરીજનો દ્વારા કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલ વહીવટી તંત્ર તેમજ નગરપાલિકાના નધરોળ વહીવટ તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં રખડતાં ઢોરોની સમસ્યા દૂર કરવામાં આજ દિન સુધી તંત્ર અને પાલિકા બન્ને વામણા પૂરવાર થયા છે. શહેરીજનોને ભોગવવી પડતી રખડતાં ઢોરોની સમસ્યા દુર કરવા તંત્ર કુંભકર્ણની નિંદ્રા માંથી બહાર આવી નક્કર કામગીરી હાથ ધરે તેવી માંગ શહેરીજનોમાં ઉઠવા પામી છે.

આ પણ વાંચો:રસ્તા પર યમદૂત રૂપી રખડતા ઢોરનો વધ્યો તરખાટ

આ પણ વાંચો: નીતિશ કુમારે ‘ભાઈ મોદી’ માટે કરી હતી ભવિષ્યવાણી, 11 વર્ષ પછી પડી હતી સાચી

આ પણ વાંચો:આસારામે SC પાસેથી માંગ્યા જામીન, આપ્યું આવું કારણ…