ભાવનગર/ રસ્તા પર યમદૂત રૂપી રખડતા ઢોરનો વધ્યો તરખાટ

ભાવનગર શહેરના તમામ જહેર માર્ગો યમદૂત સમાન રખડતા ઢોર ફરતા જોઈ શકાય છે. તો કેટલાક વિસ્તારમાં રોડ વચ્ચે અડિંગો જમાવી આવા રખડતા ઢોર બેસી જાય છે. જેને કારણે વાહનો ચાલવામાં મુશ્કેલી પડે છે.

Gujarat Others

ગુજરાત રાજ્યના રસ્તાઓ પર રખડતા ઢોરનો  આતંક સતત વધી રહ્યો છે. અને અનેક વાર આ રખડતા ઢોર રસ્તેથી પસાર થતાં વાહન અને માનવીને અડફેટે લઈ ઘાયલ કરે છે.  ત્યારે ભાવનગર શહેરમાં પણ રખડતા ઢોર નો આતંક સતત વધી રહ્યો છે. રસ્તે પસાર થતાં વાહન ચાલક, શાળાના બાળકો અને વૃધ્ધોને જીવન જોખમે રસ્તા પર થી પસાર થઈ રહ્યા છે. છ્ત પણ તંત્ર દ્વારા આંગે કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી.

  • ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક
  • ઢોરને પગલે વાહનચાલકોને મુશ્કેલી
  • તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવાની માંગ

ભાવનગરના રસ્તા પર યમદૂત રૂપી રેઢિયાર ઢોરનો તરખાટ વધ્યો છે. ત્યારે રસ્તે પસાર થતાં વાહન ચાલક સહિત શાળાએ જતા બાળકો અને વૃધ્ધોને જીવન જોખમે રસ્તા પર નીકળવું પડતા તંત્ર દ્વારા યોગ્ય અને ઝડપી પગલાં લેવા માંગ ઉઠી છે.

ભાવનગર શહેરના તમામ જહેર માર્ગો યમદૂત સમાન રખડતા ઢોર ફરતા જોઈ શકાય છે. તો કેટલાક વિસ્તારમાં રોડ વચ્ચે અડિંગો જમાવી આવા રખડતા ઢોર બેસી જાય છે. જેને કારણે વાહનો ચાલવામાં મુશ્કેલી પડે છે. ભાવનગરમાં મહાનગરમાં રખડતા ઢોરનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરના લગભગ તમામ રસ્તાઓ પર ઢોર અડિંગો જમાવી બેસેલા જોવા મળે છે. ટ્રાફિકમાં અડચણરૂપ ઢોર ક્યારેક અકસ્માતનું પણ કારણ બને છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી શહેરમાં મહાનગરપાલિકાએ ઢોર પકડવાની કામગીરી સદંતર બંધ કરી દીધી છે. જ્યારે ચેરમેન દ્વારા અવારનવાર ઢોર પકડવાનું કામગીરી વહેલી તકે શરૂ કરવાની લોલીપોપ આપવામાં આવે છે ત્યારે વાહન ચાલક અને રાહદારીઓને ઢોરના ત્રાસ થી જીવગુમાવનો ભય સતાવી રહ્યો છે.

એક રિક્ષા ચાલકના જણાવ્યા અનુસાર શહેરના મુખ્ય માર્ગો સહિત હાઇવે ને જોડતા રસ્તા પર પણ રખડતા ઢોર નો ત્રાસ વધ્યો છે ત્યારે શહેરના નારી ચોકડી વાળા રસ્તા,  APMC પાસે મોટા પ્રમાણમાં રસ્તા પર ઢોર બેસેલા જોવા મળે છે. તેમજ RTO સર્કલ, નિલમબાગ સર્કલ, રૂપાણી સર્કલ, ઘોઘા સર્કલ, સરદાનગર જેવા વિવિધ વિતારોમાં ઢોર નો ત્રાસ વધ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છેકે થોડા સમય પહેલા જ સરદાનગર વિસ્તારમાં ઢોરના હુમલાથી આધેડનું મોત થયું હતું. તેમજ અગાઉ પણ ઢોરના કારણે એક્સિડન્ટ માં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે.  ત્યારે સત્તાધીસો માત્ર ઢોર પકડવાની કામગીરી કાગળ પરજ દેખાડે છે ત્યારે આવનારા સમયમાં તહેવારો આવતો હોય જેને લીધે લોકો ને ઢોર ના ત્રાસ માંથી મુક્તિ મળે તેવી લોક માંગ ઉઠી છે.