Not Set/ આસામમાં હવે પછીની સરકાર દાઢી-ટોપી અને લૂંગીવાળાની આવશેઃ અજમલના પુત્રના નિવેદન પર જાણો શું કહ્યું વીએચપીએ

અજમલે પોતાના ઉમેદવારના પ્રચાર માટેની ચૂંટણી સભામાં કહ્યુ હતુ કે, આસામમાં દાઢી, ટોપી અને લૂંગી પહેરવાવાળા સરકાર ચલાવશે. અમારી માતા બહેનોના દુપટ્ટાની ઈજ્જત તમામે કરવી પડશે.

Top Stories India
ezgif.com gif maker 2 આસામમાં હવે પછીની સરકાર દાઢી-ટોપી અને લૂંગીવાળાની આવશેઃ અજમલના પુત્રના નિવેદન પર જાણો શું કહ્યું વીએચપીએ

આસામમાં કોંગ્રેસની સહયોગી પાર્ટી એઆઇયૂડીએફના પ્રમુખ બદરુદ્દીન અજમલના વિચિત્ર નિવેદન બાદ હવે તેમના પુત્ર અબ્દુર રહીમ અજમલે પણ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. અબ્દુર રહીમ અજમલે પોતાના ઉમેદવારનો પ્રચાર કરતા કહ્યું કે હવે પછીની સરકાર ચલાવનારા દાઢી, ટોપી અને લુંગી પહેરનારા હશે. વિશ્વ હિંદુ પરિષદે આ જેહાદી માનસિકતાની કડક શબ્દોમાં ટીકા કરી છે.

આસામમાં કોંગ્રેસે બદરુદ્દીન અજમલના પ્રાદેશિક પક્ષ એઆઈડીયુએફ સાથે જોડાણ કરેલુ છે. જોકે બદરુદ્દીન અજમલના પુત્ર અબ્દુર રહીમ અજમલે ચૂંટણી સભામાં કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ આસામમાં રાજકીય પારો વધ્યો છે.

અજમલે પોતાના ઉમેદવારના પ્રચાર માટેની ચૂંટણી સભામાં કહ્યુ હતુ કે, આસામમાં દાઢી, ટોપી અને લૂંગી પહેરવાવાળા સરકાર ચલાવશે. અમારી માતા બહેનોના દુપટ્ટાની ઈજ્જત તમામે કરવી પડશે.

દરમિયાન આસામના રાજકારણને જાણતા નિષ્ણાતોનુ કહેવુ છે કે, અજમલે જે વેશભૂષાની વાત કરી છે તે આસામમાં બંગાળી બોલનારા પ્રવાસી મુસ્લિમોની છે. આમ પણ આસામમાં ઘૂસણખોરોની સમસ્યા બહુ મોટી છે.

દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદે આ નિવેદન પર નિશાન સાધતા કહ્યું છે કે, અજમલે પોતાની જેહાદી માનસિકતા દર્શાવી છે. અજમલે નક્કી કરી નાંખ્યુ છે કે, આસામમાં માત્ર મુસલમાન જ મુખ્યમંત્રી બનશે. જોકે આસામના બાકીના મતદારો અજમલની માનસિકતાને સારી રીતે જન્મે છે. આસામને જેહાદી રાજ્ય નહીં બનવા દેવાય.

દરમિયા ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું હતુ કે, શું હવે બદરુદ્દીન અજમલ આસામની ઓળખ બની ગયા છે? તકવાદની રાજનીતિ કરનારા લોકો બદરુદ્દીન અજમલનો હાથ પકડી રહ્યા છે.

મહત્વનું છે કે થોડાક દિવસ પહેલા બદરુદ્દીન અજમલે જનસંખ્યા વૃદ્ધિ પર અજીબોગરીબ નિવેદન આપતાં કહ્યું હતું કે ગરીબોને આનંદ કરવાનું કોઇ સાધન નથી હોતું તેથી તે વધારે બાળકો પેદા કરે છે.