Not Set/ દેશ પ્રિયંકાને ચોરની પત્ની તરીકે ઓળખે છે – ઉમા ભારતીનો કોંગ્રેસ પર પ્રહાર

કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ છત્તીસગઢમાં પ્રિયંકા ગાંધી પર કટાક્ષ કર્યા હતા. ઉમાએ કહ્યું કે દેશ પ્રિયંકા ગાંધી વાડ્રાને એક ચોરની પત્ની તરીકે ઓળખે છે. લોકસભા ચૂંટણીમાં તેઓ ઉત્તરપ્રદેશની જનતા પર કોઈ પ્રભાવ નહીં પાડી શકે. જેના પતિ પર જ ચોરીનો આરોપ છે, તેનો જનતા પર શું પ્રભાવ પાડશે? આપને જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધીના પતિ […]

Top Stories
Uma Bharti દેશ પ્રિયંકાને ચોરની પત્ની તરીકે ઓળખે છે – ઉમા ભારતીનો કોંગ્રેસ પર પ્રહાર

કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ છત્તીસગઢમાં પ્રિયંકા ગાંધી પર કટાક્ષ કર્યા હતા. ઉમાએ કહ્યું કે દેશ પ્રિયંકા ગાંધી વાડ્રાને એક ચોરની પત્ની તરીકે ઓળખે છે. લોકસભા ચૂંટણીમાં તેઓ ઉત્તરપ્રદેશની જનતા પર કોઈ પ્રભાવ નહીં પાડી શકે. જેના પતિ પર જ ચોરીનો આરોપ છે, તેનો જનતા પર શું પ્રભાવ પાડશે? આપને જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પર ભ્રષ્ટાચારનો કેસ ચાલી રહ્યો છે.

પ્રિયંકાના વારાણસીથી ચૂંટણી લડવા અંગે સવાલ ઉઠાવતા ઉમા ભારતીએ કહ્યું કે આ જ દેશનું લોકતંત્ર છે. કોઈ ક્યાંયથી પણ ચૂંટણી લડી શકે છે. રાહુલ ગાંધી પર નિશાન સાધતા ઉમાએ કહ્યું કે, તેઓ કોંગ્રેસના અધ્યક્ષ છે જેથી તેઓ જ્યાંથી ઈચ્છે અને જેટલી વખત ઈચ્છે ચૂંટણી લડી શકે છે. રાહુલ ગાંધીની અમેઠી અને વાયનાડથી ચૂંટણી લડવાની પ્રવૃતિ જણાવી દે છે કે તેમને હાર માની લીધી છે.