પોર્નોગ્રાફી કેસ/ વધુ એકવાર ફગાવાઈ ગહના વશિષ્ઠની અગ્રીમ જમાનત અરજી, કહ્યું – અમે હવે SC માં જઈશું

અભિનેત્રી ગેહના વશિષ્ઠને મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં તેનીને પોર્નોગ્રાફી કેસમાં દાખલ કરવામાં આવેલી અગ્રિમ જમાનત અરજી ફગાવી દેવાઈ છે…

Top Stories Entertainment
ગહના

બોમ્બે હાઇકોર્ટ તરફથી ટીવી અભિનેત્રી ગહના વશિષ્ઠને મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં તેનીને પોર્નોગ્રાફી કેસમાં દાખલ કરવામાં આવેલી અગ્રિમ જમાનત અરજી ફગાવી દેવાઈ છે.

આ પણ વાંચો :અભિનેતા રજત બેદી સામે નોંધાયો કેસ, જાણો શું છે કારણ

બોમ્બે હાઈકોર્ટના આ નિર્ણય પછી તેઓના વકીલે જણાવ્યું હતું કે, “તેઓ હવે સુપ્રીમ કોર્ટ જશે. આ પહેલા સેશન કોર્ટે જમાનત અરજી ફગાવ્યા બાદ ગહનાએ બોમ્બે હાઈકોર્ટ તરફ ગઈ હતી, પરંતુ ત્યાં પણ તેઓને ઝટકો લાગ્યો છે.

આ પહેલા પણ ગહના સામે થયેલી બીજા એફઆઇઆરમાં થયેલી ધરપકડ કરવાના ડરથી તેઓએ અગ્રિમ જમાનત માટે અરજી કરી હતી, પરંતુ સતત હવે જમાનત અરજી ફગાવ્યા બાદ હવે સ્પષ્ટ થઇ રહ્યું છે કે, તેઓની ધરપકડ થઇ શકે છે.

આપને જણાવી દઈએ કે, હાઈકોર્ટ પહેલા ગઠના વશિષ્ઠે એક સેશન કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. પણ અહીં એક્ટ્રેસને કોર્ટ તરફથી ઝટકો લાગ્યો હતો. જે બાદ તેમણે બોમ્બે હાઈકોર્ટમાં જવાનું વિચાર્યુ હતું. આપને જણાવી દઈએ કે, રાજ કુંદ્રા પહેલા અશ્લીલ ફિલમના મામલામાં એક વાર ધરપકડ થયેલ અભિનેત્રી ગહના વશિષ્ઠને સેશન કોર્ટ બાદ હાઈકોર્ટથી મોટો ઝટકો મળ્યો છે. જેનાથી લાગી રહ્યુ છે કે, એક્ટ્રેસની મુસિબતો વધવાની છે.

આ પણ વાંચો :Bollywood / સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ માતા રીટાએ કહી હતી આ વાત, જુઓ વાયરલ વીડિયો

આપને જણાવી દઈએ કે, આ પહેલા ગત 28 જુલાઈના રોજ અશ્લીલ ફિલ્મ બનાવવા મામલે રાજ કુન્દ્રાની ધરપકડ કરાઈ હતી અને ત્યારબાદ જ્યાં ગહના તેઓનો પક્ષ લેતી નજર આવી હતી ત્યારે ગહના સામે પણ ૨૮ જુલાઈએ મુંબઈના માલવણી પોલીસ સ્ટેશનમાં બીજી FIR દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ ગહનાનો ગુસ્સો પણ આસમાને પહોંચી ગયો હતો.

આ પણ વાંચો :Tellywood / બચપન કા પ્યાર’ ગાવા વાળા સહદેવે ગાયું મની હાઇસ્ટનું ‘બેલા ચાઓ’ સોન્ગ, વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો :Bollywood / અક્ષય કુમારની માતાની તબિયત બગડતાં લંડનથી શુંટિંગ છોડી મુંબઇ પરત ફર્યા

આ પણ વાંચો :Bollywood / સુપરફિટ મિલિંદ સોમને કેમ કરાવ્યું CT Scan? જાણો શું આવ્યો એક્ટરનો રીપોર્ટ