Not Set/ વલણોમાં સ્પષ્ટ થઇ રહ્યુ છે, આવશે તો મમતા બેનર્જી જ, 200 નો આંકડો કર્યો પાર

દેશનાં 4 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આજે જાહેર કરવામાં આવશે. દેશમાં આ વર્ષની પ્રથમ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા 27 માર્ચથી શરૂ થયુ હતુ.

Top Stories India
123 10 વલણોમાં સ્પષ્ટ થઇ રહ્યુ છે, આવશે તો મમતા બેનર્જી જ, 200 નો આંકડો કર્યો પાર

દેશનાં 4 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આજે જાહેર કરવામાં આવશે. દેશમાં આ વર્ષની પ્રથમ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા 27 માર્ચથી શરૂ થયુ હતુ. જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થતા 29 એપ્રિલનાં રોજ મતદાન યોજાયું હતું. બંગાળની આ ચૂંટણી સીધી જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મમતા બેનર્જીનાં નેતૃત્વમાં લડી રહેલી ભાજપ વચ્ચે લડવામાં આવ્યુ છે.

પુડ્ડુચેરી મત ગણતરી / જો વલણો પરિવર્તિત થયા પરિણામમાં તો રાજ્યમાં બનશે NDA ની સરકાર

વલણો અનુસાર મમતા બેનર્જીની ટીએમસી ફરી એક વખત સત્તામાં હેટ્રિક લગાવશે. અત્યાર સુધીનાં વલણો વિશે વાત કરીએ તો, ટીએમસી બહુમતીનાં આંકડા કરતા ઘણી આગળ નીકળી ગઇ છે. તો વળી ભાજપને પણ ઘણો ફાયદો મળે તેમ લાગી રહ્યુ છે. જો કે, ભાજપે આ વખતે જે રીતે બંગાળ ફતેહનો દાવો કર્યો હતો, તેની હવા ચોક્કસપણે નિકળી રહી છે. પશ્ચિમ બંગાળની તમામ 292 બેઠકોનાં વલણો સામે આવ્યા છે. વલણોમાં, મમતા બેનર્જી ફરી એકવાર સરકાર બનાવતી જોવા મળે છે. વલણો અનુસાર ટીએમસી 202 બેઠકો પર આગળ છે. તો વળી ભાજપ 87 બેઠકો પર આગળ છે. આ ચૂંટણીમાં ભાજપે તેના 4 સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા. પાર્ટીને આશા હતી કે, સાંસદ જીતીને વિધાનસભા સુધી પહોંચશે અને તેમના કારણે ભાજપ બંગાળમાં ભગવો ફરકાવવામાં પણ સફળ થશે. પરંતુ ભાજપનો આ દાવ સંપૂર્ણ વિરુદ્ધ સાબિત થઈ રહ્યો છે. વલણો મુજબ ભાજપને મોટો ફટકો પડી રહ્યો છે. આ સમયે તેના ચારેય સાંસદ પાછળ ચાલી રહ્યા છે.

આસામ મત ગણતરી / એક વાર ફરી BJP સરકાર બનાવતી મળી રહી છે જોવા, પરંતુ રાજ્યમાં AIUDF નો દબદબો યથાવત્

વલણો જોતાં, ટીએમસી કેમ્પ એકદમ ખુશ દેખાઇ રહ્યો છે. પત્રકારોને મુખ્યમંત્રી મમતા બેનર્જીનાં ઘર નજીક બોલાવવામાં આવ્યા છે. જો કે, અહીં સ્પષ્ટ રીતે કંઈપણ કહેવું મુશ્કેલ છે. પરંતુ નિષ્ણાતો માને છે કે આ ઇસારાઓ રાજકારણમાં ખૂબ મહત્વ ધરાવે છે. આવી સ્થિતિમાં માનવામાં આવે છે કે મુખ્યમંત્રી બેનર્જી જલ્દી પત્રકારો સાથે વાત કરી શકે છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, મમતા બેનર્જી નંદીગ્રામથી સુબેન્દુ અધિકારથી આગળ ચાલી રહી છે.

Untitled વલણોમાં સ્પષ્ટ થઇ રહ્યુ છે, આવશે તો મમતા બેનર્જી જ, 200 નો આંકડો કર્યો પાર