યુપી/ ભાજપ MLA નો બફાટ, કહ્યુ- તાજમહેલ ટૂંક સમયમાં રામમહેલમાં થશે રૂપાંતરિત

ઉત્તર પ્રદેશનાં બલિયા જિલ્લાનાં બૈરીયા પ્રદેશનાં ભાજપનાં ધારાસભ્ય સુરેન્દ્રસિંહે તાજમહેલ વિશે મોટો દાવો કર્યો છે. જે બાદ હવે રાજકારણ તીવ્ર બની શકે છે.

India
ગરમી 88 ભાજપ MLA નો બફાટ, કહ્યુ- તાજમહેલ ટૂંક સમયમાં રામમહેલમાં થશે રૂપાંતરિત

ઉત્તર પ્રદેશનાં બલિયા જિલ્લાનાં બૈરીયા પ્રદેશનાં ભાજપનાં ધારાસભ્ય સુરેન્દ્રસિંહે તાજમહેલ વિશે મોટો દાવો કર્યો છે. જે બાદ હવે રાજકારણ તીવ્ર બની શકે છે. જણાવી દઇએ કે, ભાજપનાં ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે દાવો કર્યો છે કે તાજમહેલનું નામ બદલીને ટૂંક સમયમાં રામમહેલ થઇ જશે. મીડિયા સાથે વાત કરતા સુરેન્દ્રસિંહે કહ્યું હતું કે, યોગીરાજમાં તાજમહેલ ટૂંક સમયમાં રામમહેલમાં રૂપાંતરિત થશે. તેમણે કહ્યું કે, તાજમહેલ એ પહેલું શિવ મંદિર હતું.

ચૂંટણી / અમિત શાહનાં હેલિકોપ્ટરમાં આવી ખામી, પ.બંગાળની એક રેલીને કરવાના હતા સંબોધન

સુરેન્દ્ર સિંહે કહ્યું, ભગવાનની ઇચ્છા હશે તો તમને જલ્દીથી સમાચાર મળશે કે તાજમહેલ હવે રામમહેલ અથવા શિવમહલ બની ગયો છે. મુસ્લિમ હુમલો કરનારાઓ ભારતીય સંસ્કૃતિનો નાશ કરવા માટે દરેક સંભવિત રીતનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે ઉત્તર પ્રદેશમાં શિવાજીનાં વંશ તરીકે સુવર્ણ સમય આવી ગયો છે. આ હવે બદલાશે. તે શિવ મંદિર હતું અને તાજમહેલ ફરીથી રાષ્ટ્રીય ધરોહર કે રામ મંદિર બની જશે. સિંહે શનિવારે મીડિયાકર્મીઓને કહ્યું હતું કે, તેને રામ મંદિરમાં બદલવામાં આવશે અને તેનું નામ પણ બદલવામાં આવશે, યોગીજીનાં કારણે તે બદલાશે. વધુમાં ભાજપનાં ધારાસભ્ય સુરેન્દ્રસિંહે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, યોગીજી યુપીમાં શિવાજીનાં વંશજ તરીકે આવ્યા છે. ગોરખનાથ જીએ શિવાજીનાં રૂપમાં યોગીજીને જન્મ આપ્યો છે. તેમણે કહ્યું કે, તાજમહેલ પ્રથમ શિવ મંદિર હતું, તાજમહલને રાજમહેલ બનાવવામાં આવશે. અને તેનું નામ પણ બદલવામાં આવશે.

Grammy Awards 2021 / કેનેડિયન યુટ્યુબરે ખેડૂત આંદોલનને સમર્થન કરતા કર્યું કઇંક આવું

બંગાળ વિધાનસભાની ચૂંટણી અંગે બોલતા ભાજપનાં ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે કહ્યું હતું કે, જો બંગાળને બચાવવું હોય તો બંગાળની જનતાએ મમતાને છોડી દેવી પડશે, કારણ કે મમતા બેનર્જી રાક્ષસી છે. તેમણે કહ્યું હતું કે, મમતા બેનર્જી જનતા પાસેથી વોટ મેળવવા ઈજાગ્રસ્ત થઇ છે. જો કે ઈજાનાં બદલામાં નુકસાન જ મળે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ