જમ્મુ કાશ્મીર/ નૌશેરામાં LoC પાસે લેન્ડમાઈન વિસ્ફોટ, એક અગ્નિવીર શહીદ, 2 જવાન ઘાયલ

નૌશેરામાં LoC પર લેન્ડમાઈન વિસ્ફોટને કારણે સેનાનો એક જવાન શહીદ થયો છે અને બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે.

Top Stories India
YouTube Thumbnail 2024 01 18T144300.660 નૌશેરામાં LoC પાસે લેન્ડમાઈન વિસ્ફોટ, એક અગ્નિવીર શહીદ, 2 જવાન ઘાયલ

જમ્મુ ડિવિઝનના રાજૌરી જિલ્લાના નૌશેરામાં LoC પર લેન્ડમાઈન વિસ્ફોટને કારણે સેનાનો એક જવાન શહીદ થયો છે અને બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના ફોરવર્ડ ડિફેન્સ લાઇન (FDL)થી લગભગ 300 મીટર દૂર 80મી ઇન્ફન્ટ્રી બ્રિગેડ હેઠળની 17મી શીખ લાઇટ બટાલિયનના એરિયા ઑફ રિસ્પોન્સિબિલિટી (AOR)માં સવારે 10:30 વાગ્યે બની હતી.

સૈનિકનો પગ લેન્ડ માઈન પર પડ્યો

પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે સેનાના જવાનો LOC પાસે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન એક સૈનિકનો પગ લેન્ડ માઈન પર પડ્યો, ત્યારબાદ વિસ્ફોટ થયો. કહેવામાં આવી રહ્યું છે કે બંને જવાનોની હાલત નાજુક છે. અકસ્માત બાદ તરત જ તેમને આર્મીના એમઆઈ રૂમમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને એરલિફ્ટ કરીને આર્મી કમાન્ડ હોસ્પિટલ, ઉધમપુર લઈ જવામાં આવ્યા હતા.

સેનાની ટ્રક પર હુમલો, સેનાના 5 જવાન શહીદ

આપને જણાવી દઈએ કે ગયા વર્ષે 21 ડિસેમ્બરના રોજ આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના થાનામંડી-સુરનકોટ રોડ પર સવની વિસ્તારમાં સૈનિકોને લઈ જઈ રહેલી સેનાની ટ્રક પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘ધ સ્ટાર્ટઅપ ગાઈડ’ના કવર પેજનું કરાયું અનાવરણ

આ પણ વાંચો:વિદ્યાનગરમાં પતિએ પત્નીની હત્યા કરીને કર્યો આપઘાતનો પ્રયાસ

આ પણ વાંચો:ગુજરાતની સદાય અગ્રેસર રહેવાની પરંપરામાં વધુ એક ગૌરવ સિદ્ધિ

આ પણ વાંચો:PCR વાનમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ બે મિત્રો ઝડપાયા