Not Set/ Motor Vehicle Act : અફવાઓથી દૂર રહો, આ નિયમો તો છે જ નહી

એક સપ્ટેમ્બરથી અમલમાં આવેલા નવા મોટર વ્હીકલ એક્ટથી ટ્રાફિક નિયમોનાં ભંગ બદલ ભારે દંડ ફટકારવામાં આવી રહ્યો છે. તે જ સમયે, ચલણ કાપવાને લઇને વિવિધ નિયમોની પણ ચર્ચા બહાર આવી રહી છે. તાજેતરમાં, એવા જ અહેવાલો આવ્યા હતા કે, હાફ સ્લીવ શર્ટ અને લુંગી-બંડી પહેરીને ડ્રાઇવિંગ કરવા પર ચલણ કાપી શકાય છે. હવે કેન્દ્રીય માર્ગ […]

Top Stories India
traffic Motor Vehicle Act : અફવાઓથી દૂર રહો, આ નિયમો તો છે જ નહી

એક સપ્ટેમ્બરથી અમલમાં આવેલા નવા મોટર વ્હીકલ એક્ટથી ટ્રાફિક નિયમોનાં ભંગ બદલ ભારે દંડ ફટકારવામાં આવી રહ્યો છે. તે જ સમયે, ચલણ કાપવાને લઇને વિવિધ નિયમોની પણ ચર્ચા બહાર આવી રહી છે. તાજેતરમાં, એવા જ અહેવાલો આવ્યા હતા કે, હાફ સ્લીવ શર્ટ અને લુંગી-બંડી પહેરીને ડ્રાઇવિંગ કરવા પર ચલણ કાપી શકાય છે. હવે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીની કચેરીએ આ અહેવાલો અંગે સાવધ રહેવાનું કહ્યું છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ઓફિસનાં સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવેલ છે કે, ‘અફવાઓથી સાવધ રહો..!’ તેમાં જણાવાયું છે કે નવા મોટર વ્હીકલ એક્ટ હાફ સ્લીવ શર્ટમાં વાહન ચલાવવા અને લુંગી-બંડીમાં વાહન ચલાવવા માટેનાં ચલણ કાપવાની જોગવાઈ આપતો નથી. ટ્વીટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, કારમાં વધારાના બલ્બ ન રાખવા, વાહનનો કાચ ગંદો થવા અને ચપ્પલ પહેરીને કાર ચલાવવા પર ચલણ કાપવાનો કોઇ કાયદો નથી.

આપને જણાવી દઇએ કે નવા મોટર વ્હીકલ એક્ટ 1 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યો છે, જે અંતર્ગત ટ્રાફિક નિયમોનાં ભંગ બદલ ભારે દંડ વસૂલવામાં આવે છે. આ દંડ પહેલા કરતા 10 ગણો વધારે છે. આ અંગે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ ઓડિશામાં નાગાલેન્ડનાં એક ટ્રક માલિકનું 6.3 લાખનું ચલણ ફાડવામાં આવ્યુ હતું. ટ્રક પરમિટ, પીયુસી અને વીમા વગેરે જેવું કંઈ જ તેની પાસે નહોતું.

ઉલ્લેખનીય છે કે, દેશભરમાં નવા મોટર વ્હીકલ એક્ટથી ઘણા લોકોને મોટો દંડ ફટકારવામાં આવ્યો છે, જેને લઇને સરકારની ઘણી આલોચનાઓ થઇ રહી છે, પરંતુ આ મુદ્દે નીતિન ગડકરીનું કહેવુ છે કે, આ નિયમો સરકાર કમાણી કરવા માટે નહી પણ જનતાની સુરક્ષા માટે લાગુ કરી રહી છે. જો કે પશ્ચિમ બંગાળ, એમપી અને ઉત્તરાખંડ જેવા રાજ્યોએ નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતની વાત કરીએ તો અહી આ નિયમોને આવતા મહિને એટલે કે ઓક્ટોબરમાં લાગુ કરવાની ચર્ચાઓ છે પરંતુ જે રીતે જનતાનો આક્રોશ વધી રહ્યો છે જેને ધ્યાને લેતા આ નિયમને ગુજરાત સરકાર લાગુ કરી શકે છે કે નહી તે હવે જોવુ રહ્યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.