મોદી જેકેટ/ PM મોદી ખાસ જેકેટ પહેરીને સંસદમાં પહોંચ્યા, રિસાઇકલ પ્લાસ્ટિક બોટલોમાંથી તૈયાર કરાયું છે આ જેકેટ

પીએમ મોદી દરેક વખતે તેમના કપડા કે Modi Jacket જેકેટના કારણે હેડલાઇન્સમાં રહે છે. આ વખતે પણ તેણે ખાસ પ્રકારનું જેકેટ પહેર્યું હતું, જે ચર્ચાનો વિષય બન્યું છે. પીએમ મોદી આજે સંસદમાં જે જેકેટ પહેરીને પહોંચ્યા તે 28 સિંગલ યુઝ પ્લાસ્ટિક બોટલમાંથી બનેલ છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા બનાવેલ જેકેટ વાસ્તવમાં સંસદના બજેટ સત્ર દરમિયાન […]

Top Stories India
Modi Jacket PM મોદી ખાસ જેકેટ પહેરીને સંસદમાં પહોંચ્યા, રિસાઇકલ પ્લાસ્ટિક બોટલોમાંથી તૈયાર કરાયું છે આ જેકેટ

પીએમ મોદી દરેક વખતે તેમના કપડા કે Modi Jacket જેકેટના કારણે હેડલાઇન્સમાં રહે છે. આ વખતે પણ તેણે ખાસ પ્રકારનું જેકેટ પહેર્યું હતું, જે ચર્ચાનો વિષય બન્યું છે. પીએમ મોદી આજે સંસદમાં જે જેકેટ પહેરીને પહોંચ્યા તે 28 સિંગલ યુઝ પ્લાસ્ટિક બોટલમાંથી બનેલ છે.

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા બનાવેલ જેકેટ
વાસ્તવમાં સંસદના બજેટ સત્ર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ જેકેટ Modi Jacke પહેરેલા જોવા મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સંસદમાં ખાસ બ્લુ જેકેટ પહેરેલા જોવા મળ્યા હતા. આ જેકેટ રિસાયકલ પ્લાસ્ટિક બોટલમાંથી બનાવવામાં આવ્યું છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને બેંગ્લોરમાં ઈન્ડિયા એનર્જી વીકમાં પીએમને આ જેકેટ અર્પણ કર્યું હતું. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દર વર્ષે 100 મિલિયન (100 મિલિયન) બોટલનું Modi Jacket રિસાઈકલ કરશે, જે સશસ્ત્ર દળો માટે યુનિફોર્મ પણ બનાવશે.

પીએમ મોદી લોકસભામાં બોલશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે સાંજે લોકસભામાં બે દિવસ સુધી ચાલેલી ચર્ચા દરમિયાન વિપક્ષી દળો દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ મુદ્દાઓનો વડાપ્રધાન મોદી જવાબ આપી શકે છે. અદાણી અને તેમના સંબંધોને લઈને લોકસભામાં રાહુલ ગાંધીએ લગાવેલા આરોપો પર વડાપ્રધાન મોદી પણ પલટવાર કરી શકે છે.

ગઈકાલે કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને કોર્પોરેટ જાયન્ટ અદાણી વચ્ચેના સંબંધોને લઈને આકરા સવાલો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે પહેલા પીએમ મોદી અદાણીના જહાજમાં જતા હતા, હવે અદાણી તેમના જહાજમાં છે. તેમણે સવાલ પૂછયો હતો કે મોદી વડાપ્રધાન બન્યા તે પહેલા અદાણી વૈશ્વિક ધનપતિઓમાં 609માં ક્રમે હતા અને તેમની સંપત્તિ માંડ 50,000 કરોડ રૂપિયા હતી અને 2019માં આ સંપત્તિ એક લાખ કરોડ રૂપિયા હતી. તેના પછી એવી કઈ જાદુની છડી ફરી કે 2023 સુધીમાં તેમની સંપત્તિ અનેક ગણી વધીને એક લાખ કરોડમાંથી 19 લાખ કરોડ થઈ ગઈ. આ ચમત્કાર કઈ રીતે થયો.

તેમણે કહ્યું હતું કે ભારત જોડો યાત્રામાં તેમણે જોયું કે બધા તે કહેતા હતા કે અદાણી જે પણ ધંધામાં હાથ નાખે છે તેમા તેને સફળતા મળે છે. સરકારે અદાણીને એરપોર્ટ મળે તે માટે નિયમો બદલ્યા હતા, જીવીકે જૂથ પાસેથી દાદાગીરી કરીને નફાકારક મુંબઈ એરપોર્ટ સીબીઆઇ અને ઇડીની રેડ પડાવી લઈ લઈ અદાણીને સોંપ્યું હતું, જો કે જીવીકે જૂથે રાહુલ ગાંધીના આ આરોપને નકાર્યા હતા.

આ પણ વાંચોઃ

ભાજપનો વળતો પ્રહાર/ ભાજપનો વળતો પ્રહારઃ રાહુલ-સોનિયા બંને જામીન પર બહાર છે તે કયા મોઢે પીએમની વાત કરે છે

Pak PM-Turkey/ તુર્કીનો પ્રવાસ ખેડવા માંગતા હતા પાક પીએમઃ તુર્કીએ કહ્યું રહેવા દો, કોઈ જરૂર નથી

ધોરડો સફેદ રણ/ કચ્છના ધોરડોનું સફેદ રણ મૂકાશે વિશ્વના પ્રવાસન્ નકશા પરઃ જી-20ની ચાલી રહી છે બેઠક