Weather/ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ, હવામાન થકી વરસાદની પણ આગાહી

રાજ્ય એક સાથે ઉનાળા અને શિયાળાનો સામનો કરી રહ્યું છે. આ પછી હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી હવામાન સૂકું…

Top Stories Gujarat
Gujarat Dual season experience

Gujarat Dual season experience: રાજ્ય એક સાથે ઉનાળા અને શિયાળાનો સામનો કરી રહ્યું છે. આ પછી હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી હવામાન સૂકું રહેશે. ક્યાંક તાપમાનમાં એક-બે ડિગ્રીનો વધારો થશે તો ક્યાંક તેમાં થોડો ઘટાડો થઈ શકે છે. આ સાથે અમદાવાદનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. રાજ્યમાં આગામી 5 દિવસ માટે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. જે મુજબ આગામી 5 દિવસ સુધી તાપમાનમાં વધઘટ જોવા મળશે. આગામી પાંચ દિવસમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થશે તો ક્યાંક તાપમાનમાં વધારો થશે. હાલમાં ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે.

હવામાન વિભાગના આંકડા મુજબ મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 2.0 ડિગ્રી વધીને 31.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી વધીને 16.2 ડિગ્રી નોંધાયું હતું. જેના કારણે શહેરમાં સવારથી 10 વાગ્યા સુધી ઠંડક બાદ બપોરે 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ગરમી વધી રહી છે. રાજ્યમાં ઠંડીમાં ઘટાડો અને તાપમાનનો પારો વધવાની સાથે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આ સાથે આગામી 22મીથી 26મી દરમિયાન વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં તાપમાન એટલું વધી ગયું છે કે સવારે ઠંડી અને બપોર ગરમી પડી રહી છે.

રાજ્યમાં કડકડતી ઠંડી બાદ હવે છેલ્લા ત્રણ ચાર દિવસથી પારો ઉંચકતા ગરમીમાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ ચાર દિવસ મિશ્ર ઋતુનો અનુભવ થશે. આ ઉપરાંત રાજ્યના કેટલાક શહેરોમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજુ એક ઠંડીનો રાઉન્ડ પણ બાકી છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, પશ્ચિમ ભાગોમાં હળવો વરસાદ રહેવાની સંભાવના છે. આગામી 13મી ફેબ્રુઆરીથી વાતાવરણમાં ફેરફાર થવાની સંભાવના છે.

આ પણ વાંચો: Bollywood Masala/સિદ્ધાર્થ-કિયારાને બધાએ પાઠવ્યા અભિનંદન, પરંતુ રામ ચરણની પત્ની ઉપાસનાએ માંગી માફી, જાણો કારણ