Not Set/ રાજ્યમાં અંધશ્રદ્ધાના નામે વધુ એક ઠગાઈ, ચોરીની રૂ.ની શોધવા માટે ભુવા પાસે ગયા અને ત્યારબાદ થયું એવું કે…

21 મી સદી એ ટેકનોલોજીનો યુગ ગણાય છે અને આ ટેકનોલોજીના યુગમાં દુનિયામાં પ્રતિદિન કોઈને કોઈ ક્ષેત્રમાં ઇનોવેશન થતા હોય છે જેને લઈને અનેક સુવિધાઓમાં વધારો થયો છે,

Ahmedabad Gujarat
A 31 રાજ્યમાં અંધશ્રદ્ધાના નામે વધુ એક ઠગાઈ, ચોરીની રૂ.ની શોધવા માટે ભુવા પાસે ગયા અને ત્યારબાદ થયું એવું કે...

21 મી સદી એ ટેકનોલોજીનો યુગ ગણાય છે અને આ ટેકનોલોજીના યુગમાં દુનિયામાં પ્રતિદિન કોઈને કોઈ ક્ષેત્રમાં ઇનોવેશન થતા હોય છે જેને લઈને અનેક સુવિધાઓમાં વધારો થયો છે, પરંતુ બીજી બાજુ ભારતમાં હજી પણ અંધશ્રદ્ધાને પ્રાધાન્ય આપી રહ્યા છે અને એનો ભોગ પણ બની રહ્યા છે એક અચરજ પરમાડતી વાત છે.

આ જ પ્રકારની વધુ એક ઘટના રાજ્યના મેટ્રો સીટી કહેવાતા અમદાવાદ શહેરના ગોમતીપુરમાંથી સામે આવી છે, જ્યાં ચોરીની રૂપિયાની ભાળ મેળવવા માટે ભુવા પાસે ગયા અને ત્યારબાદ થયું એવું કે તે જાણીને તમે પણ સ્તબ્ધ રહી જશો.

આ પણ વાંચો :રાજકોટમાં ખાદ્યચીજોના નમૂના મિસ બ્રાન્ડેડ જાહેર, 10 ખાણીપીણીના ધંધાર્થીઓને 4 લાખ કરતાં વધારે પેનલ્ટી

આ કિસ્સા અંગે મળતી માહિતી મુજબ, અમુક દિવસ પહેલા અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા સંજય રાજપૂત રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેઓના દીકરા જયસિંગના વાહનની ડેકીમાંથી રૂપિયા 2.50 લાખથી વધુ રકમની ચોરી થઈ હતી, ત્યારે તેઓએ ત્રણ શકમંદ લોકો અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.  ત્યારબાદ આ ચોરી અંગે કોઈ ભાળ મળી ન હતી.

બીજી તરફ આ યુવકના પરિચિત લોકોએ એક ભુવો 24 કલાકમાં ચોરી બાબતે કોણ જાણે છે ક્યાં પૈસા હશે તેવું કહી બતાવે છે અને તમારું કામ થઇ જાય તો 51 હજાર રૂપિયા મંદિરમાં મૂકી જવા એક કહ્યું હતું, ત્યારબાદ યુવક ત્યાં ગયો અને શકદાર લોકોને ભુવાએ જોઈને સીંગદાણા આપ્યા હતા.

આ પણ વાંચો :ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સરકાર દ્વારા 10 ઓક્સિજન કોનસન્ટ્રેટર મશીન ફાળવવામાં આવ્યા

આ સિંગદાણા અંગે ભુવાએ કહ્યું હતું કે, પેટમાં બળતરા થવા લાગે તે ચોર સાથે મળેલો છે તેવુ સમજી લેવું. ત્યારે સંતોષભાઈ ને પેટમાં બળતરા થતા સંજયભાઈને ભુવાજીને પેટમાં બળતરા થતી હોવાનું કહેતા ભુવાએ સંતોષ ભાઈને પૂછતાં તે કઈ જાણતા ન હોવાનું કહ્યું હતું.

ત્યારબાદ સંતોષ ની તબિયત ખૂબ જ ખરાબ થઇ છે તેને દવાખાને લઈ જવાનો છે. જેથી 108 માં લઈને તેઓને શારદાબેન હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં ડોક્ટરે જણાવ્યું કે કોઇ કેફી પદાર્થ પીધેલો હોવાથી ઝાડા ઉલ્ટીઓ થાય છે. પછીથી હવે આ અંધશ્રદ્ધાના મામલે હવે ભુવાની ગોમતીપુર પોલીસે ફરિયાદના આધારે પોલીસે ધરપકડ કરી છે.

આ પણ વાંચો :ગુજરાતમાં પણ ચોમાસાના આગમનની તૈયારીઓ, રાજ્યમાં આ તારીખથી બેસશે મોનસુન

sago str 1 રાજ્યમાં અંધશ્રદ્ધાના નામે વધુ એક ઠગાઈ, ચોરીની રૂ.ની શોધવા માટે ભુવા પાસે ગયા અને ત્યારબાદ થયું એવું કે...