Not Set/ અકસ્માત/ બનાસકાંઠાનાં થરાદનાં હાઇવે પર ફરી વહ્યું લોહી, 2નાં મોત-4 ઇજાગ્રસ્ત

ગુજરાતમાં રોડ એક્સિડન્ટનાં કારણે મોતનો અંક દિવસેને દિવસે જાણે હરણફાળ વિકાસ કરી રહ્યો હોય, તેવી રીતે રોજ કોઇને કોઇ રોડ પર લોહી વહ્યા જ કરે છે. છેલ્લા લાંબા સમયથી કોઇ એવો દિવસ પસાર થયો નથી, જે દિવસે ગુજરાતનાં રોડ રક્તરંજીત ન જોવામાં આવ્યા હોય. આ શીલશીલો જાણે અનુસરવામાં આવ્યો હોય તેવી જ રીતે ફરી ગુજરાતનો […]

Top Stories Gujarat Others
accident અકસ્માત/ બનાસકાંઠાનાં થરાદનાં હાઇવે પર ફરી વહ્યું લોહી, 2નાં મોત-4 ઇજાગ્રસ્ત

ગુજરાતમાં રોડ એક્સિડન્ટનાં કારણે મોતનો અંક દિવસેને દિવસે જાણે હરણફાળ વિકાસ કરી રહ્યો હોય, તેવી રીતે રોજ કોઇને કોઇ રોડ પર લોહી વહ્યા જ કરે છે. છેલ્લા લાંબા સમયથી કોઇ એવો દિવસ પસાર થયો નથી, જે દિવસે ગુજરાતનાં રોડ રક્તરંજીત ન જોવામાં આવ્યા હોય. આ શીલશીલો જાણે અનુસરવામાં આવ્યો હોય તેવી જ રીતે ફરી ગુજરાતનો હાઇવે લાહી ભીનો જોવામાં આવ્યો.

જી હા ફરી એકવાર બનાસકાંઠાનાં થરાદ જીલ્લામાં સાંચોર હાઇવે પર અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માત કાર અને ટ્રક વચ્ચે સર્જાયો હોવાની માહિતી સામે આવી રહી છે. અકસ્માતમાં બે લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. તો 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.