@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
હાલ કોરોનાની મહામારીને લઈને સરકાર દ્વારા વિવિધ દવાખાનાઓમાં જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે ધ્રાંગધ્રા ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં તાલુકાભરનાં કોઈપણ બીમારીને લગતા કેસો આવતા હોવાથી ધમધમતી રહે છે. જ્યાં ગત કોરોના લહેર દરમિયાન ઘણા દર્દીઓને ઓક્સિજનનાં કારણે રિફર કરાયા હતા. ત્યારે આ હોસ્પિટલ ખાતે સરકાર દ્વારા 10 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન ફાળવવામાં આવ્યા હતા.

ગુજરાત: પાટડી નગરપાલિકા દ્વારા સમગ્ર પાટડીને CCTV કેમેરાથી સજ્જ કરાયું
ધાંગધ્રામાં કોરોના સહિત દર્દીઓથી સતત ધમધમતી રહેતી હોસ્પિટલમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન આવી પહોંચતા હોસ્પિટલનાં સુપરીડેન્ડન્ટની સૂચનાથી સ્ટાફ દ્વારા તેનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં દર્દીઓને તેનો પુરતો લાભ મળી રહેશે અને ઓક્સિજનનાં અભાવે દર્દીને ક્યાંય હેરાન નહિ થવું પડે તેવી હર્ષની લાગણી સાથે પ્રજામાં પણ આનંદની લાગણી છવાઈ જવા ની સાથે તંત્રનો આભાર પણ જનતા દ્વારા વ્યક્ત કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકોનાં મોત થયા છે. આ લહેરમાં ખાસ કરીને લોકો ઓક્સિજન ન મળવાનાં કારણે મોતને ભેટ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં થયેલી મોતને જોતા પહેલીવાર સરકારને પણ સમજમાં આવ્યુ કે, ઓક્સિજન પ્લાન્ટની શું જરૂર હોય છે અને ત્યાર બાદ સરકારે તંત્રને દોડતુ કર્યુ હતુ. જો કે સરકાર પૂરતી વ્યવસ્થા કરે તે પહેલા ઘણા લોકો આ બીજી લહેરમાં સંઘર્ષ કરતા પોતાનો જીવ ગુમાવી દીધો હતો. જો કે હવે જ્યારે કોરોનાનાં દૈનિક કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, ત્યારે સરકાર આગામી સમયમાં ત્રીજી લહેર ન આવે અને જો આવે તો તેના માટે પૂરી તૈયારીઓ કરી રહી હોવાની પણ ચર્ચાઓ થઇ રહી છે.

દેવભૂમિ દ્વારકામાં યુવકની હત્યા: રિસામણે આવેલ પત્નિને મનાવા જતા યુવકને સાળા અને સાસુએ ઉતારો મોતને ઘાટ
ઉલ્લેખનીય છે કે, મંગળવારે કોરોનાનાં સામે આવેલા કેસની વાત કરીએ તો, આ દિવસે 22 લોકોનાં મોત સાથે રાજ્યમાં 1561 નવા કેસ નોંધાયા હતા. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,10,730 ઉપર પહોંચ્યો છે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 22 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 4869 પર પહોંચી ગઇ છે. ગુજરાતમાં ઠીક થયેલા કુલ દર્દીઓની સંખ્યા 7,71,860 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 29,015 છે.

