Alert!/ માનવતા માટે ખતરો, Climate Change અંગે વૈજ્ઞાનિકોએ આપી સૌથી મોટી ચેતવણી

વૈજ્ઞાનિકોએ તાજેતરમાં જ Climate Change અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. હવે Climate Change પર અંતર-સરકારી પેનલ (IPCC) એ ચેતવણી આપી છે કે બે દાયકામાં પૃથ્વી 1.5 ડિગ્રી સુધી ગરમ થઇ શકે છે.

Top Stories Trending
Climate Change

વૈજ્ઞાનિકોએ તાજેતરમાં જ Climate Change અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. હવે Climate Change પર અંતર-સરકારી પેનલ (IPCC) એ ચેતવણી આપી છે કે બે દાયકામાં પૃથ્વી 1.5 ડિગ્રી સુધી ગરમ થઇ શકે છે. આ કારણે, હવામાનમાં ઘણો ફેરફાર થશે. પેનલે Climate Change માટે માનવ પ્રવૃત્તિઓને જવાબદાર ગણાવી છે. આ અહેવાલ 2013 નાં આકારણીનો અનુગામી છે, જેણે પૃથ્વી પર કાર્બન ઉત્સર્જન અને માનવ પ્રવૃત્તિઓની અસર દર્શાવી હતી.

1 10 માનવતા માટે ખતરો, Climate Change અંગે વૈજ્ઞાનિકોએ આપી સૌથી મોટી ચેતવણી

આ પણ વાંચો –  ખતરામાં લઘુમતી! / પાકિસ્તાન બાદ બાંગ્લાદેશમાં હિંન્દુઓ પર આવી મુસિબત, ઘરો અને મંદિરોમાં તોડફોડ

તાજેતરનાં અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે, વર્ષ 2100 સુધીમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન પૂર્વ-ઔદ્યોગિક સમયગાળાની સરખામણીમાં 2 ડિગ્રીથી વધુ વધી શકે છે. અથવા, મોટા પાયે ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન તાત્કાલિક ઘટાડવું જોઈએ. IPCC એ તેના છઠ્ઠા આકારણી અહેવાલ (AR6) નો પ્રથમ ભાગ પ્રકાશિત કર્યો છે, પૃથ્વીની આબોહવાની સ્થિતિનું તાજુ મૂલ્યાંકન, ફેરફારો અને ગ્રહ પર તેનો પ્રભાવ અને જીવન સ્વરૂપોને જારી કર્યુ છે. પૃથ્વીની આબોહવાની સ્થિતિ અંગેનો આ રિપોર્ટ વૈજ્ઞાનિક અભિપ્રાયને વ્યાપકપણે સ્વીકારે છે.

1 9 માનવતા માટે ખતરો, Climate Change અંગે વૈજ્ઞાનિકોએ આપી સૌથી મોટી ચેતવણી

આકારણી અહેવાલનો પહેલો ભાગ વૈજ્ઞાનિક પુરાવા રજૂ કરે છે જે Climate Change અંગેની તેની દલીલોને સમર્થન આપે છે અને 1850 થી 1900 વચ્ચે વૈશ્વિક તાપમાન પહેલાથી ઔદ્યોગિક સમયની સરખામણીમાં 1.1 ડિગ્રી વધી ગયું છે. તેમજ રિપોર્ટમાં IPCC એ ચેતવણી આપી છે કે 2040 સુધીમાં વૈશ્વિક તાપમાન 1.5 ડિગ્રી વધી શકે છે.

Climate Change

આ પણ વાંચો – First Private Luxury Train / 25 અબજના ખર્ચે બનશે પ્રથમ ખાનગી લકઝરી ટ્રેન, જૂઓ તેની ખાસિયતો ફોટા સાથે

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પૃથ્વીનાં તાપમાનમાં 2 ડિગ્રીથી વધુનો વધારો પૃથ્વીની આબોહવાને સંપૂર્ણ બદલી નાખશે અને મનુષ્યો અને અન્ય જીવો માટે પોતાને બચાવવા મુશ્કેલ બની જશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો ગ્રીનહાઉસ ગેસનાં ઉત્સર્જનમાં મોટા પાયે ઘટાડો થાય તો પણ પૃથ્વીનાં તાપમાનમાં વધારો 1.5 ° C ની મર્યાદા પાર કરીને 1.6 ° C સુધી પહોંચી જશે. જો કે, બાદમાં તે 1.5.° ડિગ્રી સુધી નીચે આવી શકે છે.

Climate Change

રિપોર્ટ અનુસાર, જો ગ્રીનહાઉસ વાયુઓમાં તાત્કાલિક, મોટા પાયે ઘટાડો કરવામાં ન આવે તો તાપમાનમાં 1.5 ° સે અથવા 2 ° સે સુધીનો વધારો અટકાવવો શક્ય બનશે નહીં. પૃથ્વીનું ભવિષ્ય વધુ ભયાનક લાગે છે. આત્યાંધિક તાપમાનમાં વધારો એટલે કે દર એક કે બે વર્ષે હીટવેવ જોવા મળશે. આ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, આ સમય દરમ્યાન પૃથ્વીની જમીન નીચે થીજી ગયેલો બરફ પીગળવા લાગશે. ગ્લેશિયર અને બરફની ચાદર પણ પીગળવા લાગશે. આ કારણે, આર્કટિકમાં પણ ફેરફારો જોવા મળશે.