Not Set/ ચૂંટણી પરિણામ બાદ મુસ્લિમ પરિવારમાં જન્મેલા બાળકનું નામ રખાયુ નરેન્દ્ર મોદી

લોકસભાની ચૂંટણીનું પરિણામ હવે દેશ સમક્ષ છે, જ્યા ભાજપે પોતાના દમ પર 300+ બેઠકો જીતી જનતાનાં આશિર્વાદ પામ્યા તો બીજી તરફ કોંગ્રેસને ફરી એકવાર મોટી હારનો સામનો કરવો પડ્યો. ગુરુવારે જ્યારે લોકસભાની ચૂંટણીનું પરિણામ સામે આવ્યુ ત્યારે વડાપ્રધાન મોદી પ્રચંડ બહુમત સાથે સત્તામાં એકવાર ફરી વાપસી કરી રહ્યા હતા, તે સમયે વજીરગંજનાં મુસ્લિમ પરિવારમાં બાળકની […]

Top Stories India
lok sabha elections 2019 lok sabha election results muslim family named the baby narendra modi 1558765704 ચૂંટણી પરિણામ બાદ મુસ્લિમ પરિવારમાં જન્મેલા બાળકનું નામ રખાયુ નરેન્દ્ર મોદી

લોકસભાની ચૂંટણીનું પરિણામ હવે દેશ સમક્ષ છે, જ્યા ભાજપે પોતાના દમ પર 300+ બેઠકો જીતી જનતાનાં આશિર્વાદ પામ્યા તો બીજી તરફ કોંગ્રેસને ફરી એકવાર મોટી હારનો સામનો કરવો પડ્યો. ગુરુવારે જ્યારે લોકસભાની ચૂંટણીનું પરિણામ સામે આવ્યુ ત્યારે વડાપ્રધાન મોદી પ્રચંડ બહુમત સાથે સત્તામાં એકવાર ફરી વાપસી કરી રહ્યા હતા, તે સમયે વજીરગંજનાં મુસ્લિમ પરિવારમાં બાળકની કીલકારીયો સંભળાઇ. શુક્રવારે બાળકનાં નામ રાખવાની વાત ચાલી તો બાળકની માતાએ તેના સાસરીયાને ચોંકાવી દીધા. તેણે પોતાના બાળકનું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી રાખવાની જીદ પકડી લીધી.

પરિવારનાં સભ્યોએ જ્યારે બાળકનાં નામને લઇને માતાની વાત સાંભળી ત્યારે તે બધા સ્તંબ્ધ થઇ ગયા. અચાનક સામે આવેલી આ જીદને પરિવારનાં લોકોએ પહેલા શાંતિથી સાંભળી અને બાદમાં બાળકની માતાનાં પતિ મુશ્તાક અહમદ કે જે દુબઇમાં નોકરી કરી રહ્યા છે તેમને મોબાઇલ લગાવી સમગ્ર વાત કહી. અહમદે તુરંત જ તે વાતને સ્વીકારી અને બાળકનું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી રાખી દેવામાં આવ્યુ. બાળકનું નામ દેશનાં વડાપ્રધાનનાં નામ મુજબ રાખવા પાછળ જ્યારે માતાને પુછવામાં આવ્યુ ત્યારે તેમણે કહ્યુ કે, હુ નરેન્દ્ર મોદીજીનાં વિશે ટીવીમાં દેખતી અને સાંભળતી રહી છુ, મને તેમના કામ સારા લાગે છે. તેમણે વધુમાં કહ્યુ કે, મોદીજીએ મુસ્લિમ મહિલાઓ માટે ત્રિપલ તલાક કાયદો બનાવી ઘણી મોટી મદદ કરી છે, જેને સામાન્ય ન ગણી શકાય.

બાળકની માતા મેનાજ બેગમે ડીએમનાં નામે એક શપથ પત્ર બનાવ્યુ છે. જેને તેના સસરા મોહમ્મદ ઇદરીસએ ડીએમ નાં કેમ્પ કાર્યાલયમાં શુક્રવારનાં રોજ રિસિવ કરાવ દીધો છે. એડીઓ પંચાયત વજીરગંજ ઘનશ્યામ પાંડેને પણ શપથ પત્ર આપવામાં આવ્યુ છે. આ વિડિઓ ભરતપુર મેહરારને મોકલવામાં આવ્યો છે. હવે પરિવાર રજીસ્ટરમાં બાળકનું નામ નરેન્દ્ર દામોદર દાસ મોદી દાખલ થઇ ગયુ છે.

શું કહેશે સમાજ પર પરિવારનું નિવેદન

મુસ્લિમ પરિવારમાં એક હિંન્દુ નામ અને તે પણ દેશનાં વડાપ્રધાનનું હોય ત્યારે સમાજ શું કહેશે અને આગળ શું થશે જેના પર મોહમ્મદ ઇદરીસએ કહ્યુ કે, આ એક પરિવારનો નિર્ણય છે. જેમા કોઇ દખલગીરી ન કરી શકે. તેમણે કહ્યુ કે, મોદીજી પ્રતિ મારી ખુદની પણ વ્યક્તિગત આસ્થા છે.