Not Set/ હાઈકોર્ટના આદેશ બાદ CBI એ તપાસ માટે ચાર ટીમ બનાવી

કોર્ટે અન્ય તમામ કેસોની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવાનો પણ આદેશ આપ્યો છે.

Top Stories
cbi હાઈકોર્ટના આદેશ બાદ CBI એ તપાસ માટે ચાર ટીમ બનાવી

વિધાનસભા ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસાની કલકત્તા હાઈકોર્ટે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા બાદ એજન્સીએ વિશેષ તપાસ એકમ (એસઆઈયુ) ની રચના કરી છે. CBI દ્વારા રચવામાં આવેલા ચાર SIU માં બે ડઝનથી વધુ અધિકારીઓ સામેલ છે. દરેક એકમનું નેતૃત્વ સંયુક્ત નિયામક કક્ષાના અધિકારી કરશે. નોધનીય છે કે ગુરુવારે કોલકાતા હાઈકોર્ટે આ મામલાની સુનાવણી કરતી વખતે કોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો.

કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેંચે  પીઆઈએલ પર સર્વસંમતિથી નિર્ણય આપ્યો છે આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે   હિંસાની સ્વતંત્ર તપાસ થાય . કોર્ટે અન્ય તમામ કેસોની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવાનો પણ આદેશ આપ્યો છે.

વિશેષ તપાસ ટીમમાં પશ્ચિમ બંગાળ કેડરના ભારતીય પોલીસ સેવાના અધિકારીઓ સુમન બાલા સાહુ, સૌમેન મિત્રા અને રણવીર કુમારનો સમાવેશ થશે. ન્યાયાધીશોની ખંડપીઠમાં કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલ, ન્યાયમૂર્તિઓ આઇપી મુખર્જી, ન્યાયમૂર્તિ હરીશ ટંડન, ન્યાયમૂર્તિ સૌમેન સેન અને ન્યાયમૂર્તિ સુબ્રત તાલુકદારનો સામેલ હતા