દેશ એક તરફ કોરોનાવાયરસ અને બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી મુખ્ય મુદ્દાઓ બની ગયા છે. ત્યારે આજે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે રેલી કરવા જઈ રહેલા ભાજપનાં નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું હેલિકોપ્ટરમાં ખરાબ થઇ ગયુ હતુ.
Grammy Awards 2021 / કેનેડિયન યુટ્યુબરે ખેડૂત આંદોલનને સમર્થન કરતા કર્યું કઇંક આવું
મળી રહેલી માહિતી અનુસાર, અમિત શાહનાં હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી આવી છે. સુત્રોનું કહેવવુ છે કે, આ જ કારણે તેઓ હવે ઝારગ્રામ નહી જાય અને તે રેલીને વર્ચુઅલ જ સંબોધિત કરશે. બીજી તરફ ઝારગ્રામમાં મોટી સંખ્યામાં લોકો રેલી સ્થળ પર પહોંચ્યા છે. વાતાવરણ ગરમાવો હોવાથી, ઘણા લોકો, ખાસ કરીને મહિલાઓ, છત્રીઓ લઇને આવી છે. એક અહેવાલ મુજબ, રેલી સ્થળ પર વર્ચુઅલ સંબોધનને લઇને કોઈ તૈયારી નથી. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે શાહ ઓડિયો દ્વારા લોકોને સંબોધન કરી શકે છે.
અમદાવાદ: શહેરમાં કોરોના ફરી બન્યો બેકાબુ, માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં થયો વધારો
હેલિકોપ્ટરમાં આવેેલી ખામીને પગલે હવે અમિત શાહ ઝારગ્રામમાં રેલીને વર્ચુઅલ સંબોધન કરશે. જ્યારે મમતા બેનર્જીની જાહેર રેલી બપોરે 1.30 કલાકે પુરૂલિયામાં થશે. આજે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રેલીઓનો ઘોંઘાટ ચાલી રહ્યો છે અને રાજકીય પક્ષોનાં નેતાઓ મતદારોને પોતાની તરફ દોરવામાં કોઈ કસર છોડશે નહીં. ત્યારે જોવાનું રહેશે કે જનતા કયા પક્ષ પર ભરોસો કરે છે. જો કે પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને હરાવવું ભાજપ માટે એટલુ પણ આસાન રહેશે નહી, અને ખાસ કરીને ત્યારે કે જ્યારે તેમના કથિત નિવેદન કે તેમના પર હુમલો કરવામાં આવ્યો તે બાદથી બંગાળની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. બંગાળમાં અત્યારે ભાજપનાં દિગ્ગજ નેતાઓએ એન્ટ્રી કરી દીધી છે. જેમા વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ પણ સામેલ છે, ત્યારે આ દિગ્ગજ નેતાઓ બંગાળની જનતાને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે તે હવે જોવુ રહ્યુ.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
