- અમદાવાદમાં કોરોનાનો કેર યથાવત
- માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં વધારો
- નવા 3 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર
- ચાંદખેડા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં
- સુબોધ સાગર સોસાયટીના 45 મકાનો
રાજ્યમાં કોરોનાનાં કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે રાજ્યમાં સૌથી ખરાબ પરિસ્થિતિ અમદાવાદ અને સુરત શહેરની હોય તેવા આંકડાઓ રોજ સામે આવી રહ્યા છે. સતત વધી રહેલા કોરોનાનાં કેસનાં કારણે તંત્ર પણ દોડતુ થઇ ગયુ છે.
આગ: વીજ પુરવઠો ખોરવાતા ૧૫ ઉપરાંતના ગામોને અસર
ચૂંટણી પૂર્વે જે કોરોનાનાં કેસમાં ઘટાડો દેખાઇ રહ્યો હતો, તેમા ચૂંટણી બાદ અચાનક વધારો નોંધાઇ રહ્યો છે. જો અમદાવાદની વાત કરીએ તો રાજ્યનાં સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં કોરોનાનો કહેર આજે પણ યથાવત છે. શહેરમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં વધારો થયો છે. મળી રહેલી માહિતી અનુસાર, નવા 3 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર થવાથી સ્થિતિ બગડી રહી હોય તેવુ સ્પષ્ટપણે જોવામાં આવી રહ્યુ છે. શહેરનો ચાંદખેડા વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં ફેરવાઇ ગયો છે.
અપીલ: ધૈર્યરાજ સિંહને બચાવવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રિવાબા જાડેજા પણ મેદાનમાં,ફેસબુક એકાઉન્ટ પર અપીલને પ્રતિસાદ
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
