Not Set/ માં-બાપની સામે જ માસૂમ બાળકીને કૂતરાઓનાં ટોળાએ ફાંડી ખાધુ, એકની મોત

પંજાબનાં ફરીદકોટમાં 8 મહિનાની એક બાળકીને કૂતરાઓએ ફાંડી ખાતા મોત નિપજ્યુ હતુ. જ્યારે તેની બે વર્ષની બહેન ગંભીરરૂપથી ઘાયલ છે અને તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટના ફરીદકોટનાં ગામ વીર ભોલુવાલાની છે. બીજી બાળકીનાં ચહેરા અને પૂરા શરીરને કૂતરાઓએ ફાંડી ખાધુ હતુ. ખરાબ રીતે ઈજાગ્રસ્ત કોમલને સિવિલ હોસ્પિટલથી ગુરુ ગોવિંદ સિંહ મેડિકલ કોલેજ રેફર […]

India
dogs માં-બાપની સામે જ માસૂમ બાળકીને કૂતરાઓનાં ટોળાએ ફાંડી ખાધુ, એકની મોત

પંજાબનાં ફરીદકોટમાં 8 મહિનાની એક બાળકીને કૂતરાઓએ ફાંડી ખાતા મોત નિપજ્યુ હતુ. જ્યારે તેની બે વર્ષની બહેન ગંભીરરૂપથી ઘાયલ છે અને તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટના ફરીદકોટનાં ગામ વીર ભોલુવાલાની છે. બીજી બાળકીનાં ચહેરા અને પૂરા શરીરને કૂતરાઓએ ફાંડી ખાધુ હતુ. ખરાબ રીતે ઈજાગ્રસ્ત કોમલને સિવિલ હોસ્પિટલથી ગુરુ ગોવિંદ સિંહ મેડિકલ કોલેજ રેફર કરવામા આવેલ છે.

ઘટના શનિવારની છે. બાળકીઓનાં મા-બાપ મજૂર છે. આ દુખદ ઘટના તેમની સામે જ બની હતી. ઘટના સમયે બંન્ને પતિ-પત્નિ ખેતરમાં ધાનને રોપી રહ્યા હતા. આ દરમિયાન બાળકો પાસમાં જ રમી રહ્યા હતા. બાળકીનાં પિતા શંબૂએ જણાવ્યુ કે, ખેતરની પાસે રાધઆ અને સીતા એક ઝાડની નીચે રમી રહી હતી, ત્યારે જ પાગલ બનેલા કૂતરાઓનાં ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. બાળકીઓની બુમો સાંભળી તેઓ ત્યા દોડી પડ્યા. ત્યારે ગ્રામ પંચાયત સદસ્ય રોનકી સિંહ પણ ત્યા પહોચી ગયા અને કોઇ રીતે તેમને બચાવી.

રોનકી સિંહ અને શંભૂ બાળકોને લઇને ફરીદકોટ સિવિલ હોસ્પિટલ પહચ્યા ત્યા સુધી 8 મહિનાની રાધાએ દમતોડી દીધો હતો. બીજી તરફ કોમલનાં ચહેરા અને પૂરા શરીરને કૂતરાઓએ ફાંડી દીધો છે. ખરાબ રીતે ઈજાગ્રસ્ત કોમલને સિવિલ હોસ્પિટલથી ગુરુ ગોવિંદ સિંહ મેડિકલ કોલેજ રેફર કરવામાં આવી છે.

વાંદરાઓનાં ટોળાએ દોઢ  મહિનાની બાળકી પર કર્યો હુમલો

ઉત્તર પ્રદેશનાં સંભલ જિલ્લામાં હેરાન કરી જેતો મામલો સામે આવ્યો છે, જ્યા વાંદરાઓનાં ટોળાએ દોઢ મહિનાની બાળકીને ફાંડીને મારી દીધી હતી. બાળકી ઘરનાં આંગણામાં સુઇ રહી હતી, ત્યારે જ વાંદરાઓનાં ટોળાએ હુમલો કરી દીધો હતો. આ ઘટના સંભલનાં ગુન્નોર થાના વિસ્તારનાં જુનાવઈની છે.

સુત્રોનું કહેવુ છે કે, જુનાવઈ કસ્બાનાં રહેવાસી રાજેશ કુમારની દોઢ મહિનાંની દિકરી રોશની શુક્રવાર મોડી સાંજે ઘરનાં આંગણે ખાટલા પર સુઇ રહી હતી. બાળકીની માતા સુનીતા દેવી પોતે પાણી ભરવા માટે હેડપંપ સુધી ચાલી ગઇ. આગણામાં સુઇ રહેલી માસૂમનાં મોઢા પર દૂધની બોટલ લાગેલી હતી. વાંદરાઓએ માસૂમ પર હુમલો કરી તેને ખરાબ રીતે ઈજાગ્રસ્ત કરી દીધી.

માસૂમનાં રોવાનો અવાજ સાંભળી પરિજન દોડતા ત્યાથી વાંદરાઓ ભાગી ગયા. બેભાન અવસ્થામાં બાળકીને લઇને ડૉક્ટરની પાસે લઇને ભાગ્યા, પરંતુ રસ્તામાં જ માસૂમ બાળકીએ દમ તોડી દિધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.