સુરત/ સચિન વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાતા 7 લોકો દાઝ્યા

સુરતના સચિન વિસ્તારમાં મોડી રાત્રે બાળક માટે દૂધ ગરમ કરવા માટે ઉઠેલી માતાએ અચાનક ગેસ ચાલું કરવા જતા અચાનક ભડકો થયો હતો.

Gujarat Surat
YouTube Thumbnail 2023 11 15T155433.669 સચિન વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાતા 7 લોકો દાઝ્યા

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના સચિન વિસ્તારમાં મોડી રાત્રે બાળક માટે દૂધ ગરમ કરવા માટે ઉઠેલી માતાએ અચાનક ગેસ ચાલું કરવા જતા અચાનક ભડકો થયો હતો. ગેસ વિકેટના કારણે થયેલા ભડકાના કારણે માસુમ 3 બાળકો સહિત માતા-પિતા ગંભીરતા સારવાર અર્થે મોડી રાત્રે સુરત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ત્રણ બાળકો ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ દ્વારા ત્રણેય બાળકોની સારવાર શરૂ કરવામાં આવી છે.

સુરતના સચિન સુડા સેક્ટર 2 વિભાગમાં મોડી રાત્રે ગેસ લીકેજના કારણે અચાનક આંખ ફાટી નીકળતા ત્રણ બાળકો સહિત દંપતિ ગંભીર રીતે દાઝી ગયું હતું.જ્યાં તમામને 108 ની મદદથી સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.સચિન પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર,સચિન સુડા સેક્ટર-2 માં ફિરોજ સત્તાર અન્સારી પોતાના ત્રણ માસૂમ બાળકો અને પત્ની જોડે રહે છે.ગત રોજ રાત્રીના બે વાગ્યાના અરસામાં ફિરોજની પત્ની પોતાના ચાર માસના બાળક માટે દૂધ ગરમ કરવા ઉઠી હતી.

જે દરમ્યાન ગેસ ચાલુ કરવા જતાં અચાનક ભડકો થયો હતો અને જોતજોતામાં આગ વધુ પ્રસરતા ફિરોજ,અને તેની પત્ની સહિત ત્રણ બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા.ગેસ લિકેજના કારણે ભડકો થતાં દાઝી ગયેલા લોકોની ચીસો સાંભળી આડોશ-પાડોશન લોકો મદદે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ ફાયર અને પોલીસને કરી હતી.

જો કે ફાયર વિભાગ પોહચે તે પહેલાં 108 ની મદદથી તમામ ને ગંભીર હાલતમાં સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં માતા-પિતા સહિત ત્રણેય બાળકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.ઘટના અંગે વધુ તપાસ સચિન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 સચિન વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાતા 7 લોકો દાઝ્યા


આ પણ વાંચો:પુણામાં પાંચ વર્ષીય બાળકીનું બદકામ કરવા માટે અપહરણ કરનાર ઝડપાયો

આ પણ વાંચો:અમદાવાદમાં ફટાકડાં ફોડવા બાબતે પિતા-પુત્રની હત્યા, રામોલમાં 4 લોકોએ કર્યો હતો હુમલો

આ પણ વાંચો:અમદાવાદની સડકો પર અફઘાનિસ્તાનના આ ક્રિકેટરનો હૃદય સ્પર્શી વીડિયો વાયરલ

આ પણ વાંચો:ક્રિકેટ રમતાં બાળકોને લીગલ નોટિસ, 70 વર્ષના વૃદ્ધે 5 લાખનો કર્યો દાવો