અમદાવાદ/ કમોસમી વરસાદના લીધે થયેલા પાકના નુકસાન અંગે કોંગ્રસે કરી આ માગ

કોંગ્રેસ પાર્ટી દ્વારા કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાનનો સર્વે કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવાની માગ કરવામાં આવી રહી છે.

Ahmedabad Gujarat
કમોસમી વરસાદને

Ahmedabad News: શિયાળાનું ધીમા પગલે આગમન થઇ રહયું હતું ત્યારે અચાનક જ આવેલા ઋતુ પલટાએ ખેડૂતોને મુશ્કેલીમાં મુકી દીધા છે. રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યા બાદ ધરતી પુત્રને ભારે નુકશાન થયું છે. ત્યારે આવામાં ગુજરાત સરકારે કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનનો સર્વે કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરતા બાદ કોંગ્રેસ પાર્ટી દ્વારા કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાનનો સર્વે કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવાની માગ કરવામાં આવી રહી છે.

પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, જો કોવિડ-19 રોગચાળા દરમિયાન માસ્ક ન પહેરનાર અપરાધીઓને શોધવા માટે ડ્રોનનો ઉપયોગ કરી શકાતો હોય અને અમદાવાદમાં આઈસીસી વર્લ્ડ કપ ફાઈનલ દરમિયાન 1,200 ડ્રોનનો ઉપયોગ શો માટે થઈ શકે, તો સરકાર શા માટે પાકને થયેલા નુકસાનનો સર્વે કરવા માટે ડ્રોનનો ઉપયોગ ન કરી શકે?

મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ઘણા ખેડૂતોને હજુ પણ બિપોરજોય ચક્રવાત દરમિયાન પાકના નુકસાન માટે વળતર મળ્યું નથી. તે દર્શાવે છે કે, રાજ્ય સરકારને ખેડૂતોની સુખાકારીમાં રસ નથી.

ઉલ્લેખનીય છે કે, રવિવારે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં માવઠાનો વરસાદ પડ્યો હતો જેને કારણે કપાસ કઠોળ અને શિયાળુ પાકોને નુકસાન થવાની પૂરી શક્યતાઓ એ વ્યક્ત થઇ રહી છે.  કૃષિ પ્રધાન રાઘવજી પટેલે રાજકોટ ખાતે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં રાજ્ય સરકાર માવઠા બાદની સ્થિતિનો સર્વે કરાવ્યા બાદ ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવશે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલની આ વાતને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો મજાક સમાન ગણાવીને સરકાર ની જાહેરાતને પોકળ ગણાવી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 કમોસમી વરસાદના લીધે થયેલા પાકના નુકસાન અંગે કોંગ્રસે કરી આ માગ


આ પણ વાંચો:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું, કાતિલ ઠંડી માટે રહેજો તૈયાર!

આ પણ વાંચો:ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ ડિસેમ્બરના અંત સુધીમાં સંપૂર્ણ સુવિધા સાથે ધમધમશે

આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરીક્ષાની પદ્ધતિમાં કરાયા મોટા ફેરફાર

આ પણ વાંચો:દાહોદ ખાતે છ નકલી કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો..