Not Set/ અમદાવાદ પોલીસે લીંબડીમાંથી રૂ. 3.30 લાખની ચોરી કરનાર શખ્સને પકડ્યો

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશના આરોપીને અમદાવાદથી રોકડ સહિતના મુદામાલ સાથે ઝબ્બે કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે

Gujarat
aaaaaabbbb અમદાવાદ પોલીસે લીંબડીમાંથી રૂ. 3.30 લાખની ચોરી કરનાર શખ્સને પકડ્યો

અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં  એસઓજી ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ કે.એ.પટેલ, પીએસઆઇ એ.વી.શિયાળીયા સહિતની પોલિસ ટીમ સાથે હતા એ દરમિયાન આરોપી સંજયકુમાર ઉર્ફે કિડા ધીરજકુમાર ભાનેરીયા (સિસોદીયા) રહે- કડીયાસાંસી, પોસ્ટ- પીપલીયા, થાના-બોડા, તેહશીલ- નરસિંહગઢ, જી.રાજગઢ (મધ્યપ્રદેશ)નાને પકડી લઇ તેની જડતી તપાસ કરતા તેની પાસેથી રોકડા રૂ. 3,30,000 તથા એક મોબાઇલ ફોન તથા જમીનના ઉતારાની નકલો મળી આવી હતી.

આથી આ શખ્સ પાસેથી મળી આવેલા મોબાઇલ ફોનના બીલ તથા રોકડા રૂ.ના માલિકીપણાના આધારભૂત પુરાવાઓ રજૂ ન કરી શકતા આ રકમ કોઇ જગ્યાએથી ચોરી કરીને કે છળકપટથી મેળવ્યા હોવાનો પાકો શક વહેમ જણાતા રોકડા રૂ. 3,30,000 તથા જમીનના ઉતારાની નકલો અને વીવો કંપનીનો મોબાઇલ કિંમત રૂ. 5,000 સાથે અટક કરી આ શખ્સની સઘન પુછપરછ કરતા આ રોકડા રૂ. 3,30,000 આ શખ્સના મિત્ર કબીર સિસોદીયા તથા કૌટુંબિક ભાણીયો રીષી સિસોદીયાએ ગત. તા. 6/9/2021ના રોજ સુરેન્દ્રનગર લીંબડી ખાતે એક ભાઇના મોટરસાયકલમાંથી ચોરી કરીને આ ચોરીની રકમ પોતાની પાસે રાખવા આપ્યા હોવાનું બહાર આવ્યું હતુ. જે અંગે લીંબડી પોલિસ સ્ટેશન ખાતે ખાત્રી તપાસ કરતા ઉપરોક્ત રોકડા રૂ.ની ચોરી અંગે લીંબડી પોલિસ મથકમાં ચોરી અંગેનો ગુન્હો નોંધાયો હોવાની બાતમીના આધારે આ આરોપીને લીંબડી પોલિસને સોંપવાની કામગીરી હાથ ધરાઇ છે.