ડાંગ/ શ્રધ્ધા અને વિશ્વાસ સાથે જોડાયેલી આદિવાસી સમાજની અનોખી પરંપરાઓ, આવો જાણીએ

આદિવાસી જિલ્લા ગણાતા ડાંગમાં ડુંગરદેવ અને માવલી માતાની પુજા કરવામાં આવે છે.જેમાં લોકો ભુવા ની જેમ ધુણતા નજરે પડે છે.તો કેટલાક લોકો સળગતી અગ્રિન ને પોતાના મોં માં મુકે છે.તેમછતાં તેઓની અતુટ શ્રદ્ધા હોય છે જેનાથી તેઓને કઈ પણ થતુ નથી.જોકે આ શ્રધ્ધા અને અંધવિશ્વાસ સાથે જોડાયુ છે.

Top Stories Gujarat Others
dang શ્રધ્ધા અને વિશ્વાસ સાથે જોડાયેલી આદિવાસી સમાજની અનોખી પરંપરાઓ, આવો જાણીએ

@ઋષીયંત  શર્મા, નવસારી, ડાંગ

આદિવાસી જિલ્લા ગણાતા ડાંગમાં ડુંગરદેવ અને માવલી માતાની પુજા કરવામાં આવે છે.જેમાં લોકો ભુવા ની જેમ ધુણતા નજરે પડે છે.તો કેટલાક લોકો સળગતી અગ્રિન ને પોતાના મોં માં મુકે છે.તેમછતાં તેઓની અતુટ શ્રદ્ધા હોય છે જેનાથી તેઓને કઈ પણ થતુ નથી.જોકે આ શ્રધ્ધા અને અંધવિશ્વાસ સાથે જોડાયુ છે.

dang 1 શ્રધ્ધા અને વિશ્વાસ સાથે જોડાયેલી આદિવાસી સમાજની અનોખી પરંપરાઓ, આવો જાણીએ

ડાંગ જિલ્લાના માનમોડી ગામમાં આ પરંપરાને આદિવાસી સમાજ આજે પણ ધામધૂમ થી ઉજવે છે.આદિવાસી સમાજ માં વર્ષોથી માવલી માતાની પૂજા કરવામાં આવે છે. જે પૂજા દરમ્યાન અગ્નિ દેવ આવે છે જેમાં એક એકરીત નો પવન આવે છે અને આ પવન જેનામાં પ્રવેશે છે એ ભુવાની જેમ ધુણવા લાગે છે. તો સાથેજ સ્થળ ઉપર જે અગ્નિ પ્રગટાવવા માં આવી હોય છે એ અગ્નિ ને હાથમાં લઈ સળગતા અંગારા ખાય છે.

dang 2 શ્રધ્ધા અને વિશ્વાસ સાથે જોડાયેલી આદિવાસી સમાજની અનોખી પરંપરાઓ, આવો જાણીએ

તો આદિવાસીઓ ડુંગર દેવને રીઝવવા માટે નાચગાન પણ કરવામાં આવે છે.જેમાં નાના ભુલકાઓથી માંડીને વૃદ્ધો પણ ગોળગોળ ફરીને નાચતા નજરે પડે છે. ડુંગર દેવની પુજાએ આદિવાસીઓ દ્વારા તેમના પરિવારમા અનાજ પાકતુ હોય ત્યારે એ અનાજ ને સૌ પ્રથમ ડુંગર દેવને ચઢાવવામાં આવે છે. પરિવારમા સમસ્યાઓ વધી હોય તેવા સમયે ડુંગર દેવને રીઝવવા માટે આરાધના કરવામા આવે છે. ગામના લોકો ભેગા મળી ડુંગરદેવની પુજા કરી અગ્નિ દેવ ને ઠંડા કરવા માટે આ રીતે કરતબો કરવામાં આવતા હોય છે.જેમાં કરતબ કરનાર ને કોઈપણ જાતની ઈજા થતી નથી તેવું લોકો માને છે. શ્રધ્ધા અને વિશ્વાસ સાથે જોડાયેલી આ પરંપરાઓમાં આજે પણ અંધશ્રધ્ધાઓ દેખાય છે.પરંતુ આજે પણ આદિવાસીઓએ પોતાની આ પરંપરા ને જીવંત રાખવામાં આવી છે.