Pollution/ વાયુ પ્રદૂષણ મામલે હરિયાણાના 4 જિલ્લામાં શાળાઓ આ તારીખ સુધી બંધ રહેશે…

વહીવટીતંત્રે ગુરુગ્રામ, સોનીપત, ઝજ્જર અને ફરીદાબાદ જિલ્લામાં તમામ શાળાઓને બંધ કરવાનો નિર્ણય લીધો છે

Top Stories India
HARIYANA વાયુ પ્રદૂષણ મામલે હરિયાણાના 4 જિલ્લામાં શાળાઓ આ તારીખ સુધી બંધ રહેશે...

દિલ્હી NCRના વિસ્તારોમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટની સરકારોને ફટકારની અસર દેખાવા લાગી છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ હરિયાણા સરકારે 17 નવેમ્બર સુધી 4 જિલ્લાઓમાં શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. વહીવટીતંત્રે ગુરુગ્રામ, સોનીપત, ઝજ્જર અને ફરીદાબાદ જિલ્લામાં તમામ શાળાઓને બંધ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી NCRમાં ફેલાતા વાયુ પ્રદૂષણથી શાળાના વિદ્યાર્થીઓને બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સોમવારે સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને કહ્યું હતું કે તેઓ પ્રદૂષણનો સામનો કરવા માટે સમયસર પગલાં લે.

હરિયાણા સરકારના નવા આદેશ અનુસાર, 15 વર્ષથી જૂના ડીઝલ અને પેટ્રોલ વાહનોની કડક પ્રદૂષણ તપાસ, બાંધકામના કામ પર સંપૂર્ણ પ્રતિબંધ, પાલિકા દ્વારા કચરો સળગાવવા પર પ્રતિબંધ, પરાલી સળગાવવા પર પ્રતિબંધ, રસ્તાઓની સફાઈ માટે માત્ર પાણી. છંટકાવ વગેરેનો આદેશ આપવામાં આવ્યો છે.આ આદેશ મુજબ નવી માર્ગદર્શિકા તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને 17 નવેમ્બર સુધી ચાલુ રહેશે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે પ્રદુષણ પર દિલ્હી સરકારને આકરી ઝાટકણી કાઢી છે. ઉપરાંત, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે બાંધકામ, બિન-આવશ્યક પરિવહન, પાવર પ્લાન્ટ બંધ કરવા અને ઘરેથી કામ લાગુ કરવા જેવા મુદ્દાઓ પર આવતીકાલે તાકીદની બેઠક બોલાવવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી 17 નવેમ્બર સુધી ટાળી દીધી છે. અગાઉ, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને એનસીઆર ક્ષેત્ર સાથે સંકળાયેલી રાજ્ય સરકારોને પણ તેમના કર્મચારીઓ માટે ઘરેથી કામ કરવા પર વિચાર કરવા કહ્યું હતું