Not Set/ ઈરાકમાં માર્યા ગયેલા વ્યક્તિઓના પરિવારજનોને મળશે ૧૦ લાખ રૂપિયાની મદદ, PM મોદીએ કરી જાહેરાત

દિલ્લી, આજથી લગભગ ૪ વર્ષ પહેલા ઈરાકમાં ISIS દ્વારા મારવામાં આવેલા ૩૮ ભારતીયોના મૃતદેહ ભારત પરત લાવવામાં આવ્યા છે. વિદેશ રાજ્યમંત્રી વી કે સિંહ માર્યા ગયેલા તમામ ભારતીયોના દેહ સાથે વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા રાજધાની દિલ્લી પહોચ્યા હતા અને ત્યારબાદ તેઓ પંજાબ પહોંચ્યા હતા. ત્યારે હવે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનોને ૧૦ લાખ રૂપિયાની મદદ કરવાની ઘોષણા કરવામાં […]

India
gfjgf ઈરાકમાં માર્યા ગયેલા વ્યક્તિઓના પરિવારજનોને મળશે ૧૦ લાખ રૂપિયાની મદદ, PM મોદીએ કરી જાહેરાત

દિલ્લી,

આજથી લગભગ ૪ વર્ષ પહેલા ઈરાકમાં ISIS દ્વારા મારવામાં આવેલા ૩૮ ભારતીયોના મૃતદેહ ભારત પરત લાવવામાં આવ્યા છે. વિદેશ રાજ્યમંત્રી વી કે સિંહ માર્યા ગયેલા તમામ ભારતીયોના દેહ સાથે વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા રાજધાની દિલ્લી પહોચ્યા હતા અને ત્યારબાદ તેઓ પંજાબ પહોંચ્યા હતા. ત્યારે હવે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનોને ૧૦ લાખ રૂપિયાની મદદ કરવાની ઘોષણા કરવામાં આવી છે. નોધનીય છે કે, આ પહેલા PM મોદીએ મોસુલમાં માર્યા ગયેલા ભારતીયો પર દુઃખ જતાવ્યું હતું.

મહત્વનું છે કે, ઈરાકના મોસુલમાં આતંકવાદી સંગઠન ISIS દ્વારા મારવામાં આવેલા ૩૮ ભારતીયોના મૃતદેહ લઈને વિદેશ રાજ્યમંત્રી વી કે સિંહ સોમવારે ભારત પરત ફર્યા હતા. વી કે સિંહ માર્યા ગયેલા તમામ ભારતીયોના દેહ સાથે વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા રાજધાની દિલ્લી પહોચ્યા હતા અને ત્યારબાદ તેઓ પંજાબ પહોંચ્યા હતા.

જનરલ વી કે સિંહે વધુમાં જણાવ્યું હતું કે, “મૃતદેહોના DNA મેચ કરવાનું કામ સૌથી મુશ્કેલ હતું. કુલ ૩૮ લોકોના દેહ મળ્યા છે જયારે ૩૯માં દેહનું ડીએનએ મેચ કરવાનું હજી બાકી છે અને ત્યારપછી જ ઈરાકમાં માર્યા ગયેલા તમામ ભારતીય વ્યક્તિના મોત અંગે સ્પષ્ટતા થઇ શકશે”. આ ઉપરાંત ભારતીયોના મૃતદેહોની શોધવા માટે ઈરાકની સરકાર દ્વારા કરવામાં આવેલી મદદ અંગે વી કે સિંહે ધન્યવાદ કહ્યું હતું.

પંજાબ સરકાર કદ્વારા પણ કરવામાં આવી હતી મદદ

આ પહેલા પંજાબ સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને મદદની ઘોષણા કરવામાં આવી હતી. સરકારમાં કેબિનેટ મંત્રી નવજોતસિંહ સિધ્ધુએ મૃતકોના પરિવારજનોને ૫-૫ લાખ રૂપિયાની મદદ કરવાની ઘોષણા કરી હતી. સાથે સાથે તેઓએ મૃતકના દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની પણ જાહેરાત કરી હતી.

વર્ષ ૨૦૧૪માં લાપતા થયા હતા ૩૯ ભારતીયો

તમને જણાવી દઈએ કે, જૂન, ૨૦૧૪માં ઈરાકના ઉત્તરી મોસુલ શહેરમાં આતંકવાદી સંગઠન ISIS દ્વારા કબ્જો કર્યા બાદ તેઓએ ભારતના તમામ મજુરોનું અપહરણ કર્યું હતું. જો કે ત્યારબાદ આ તમામ ભારતીયોના મૃત્યુ અંગે અનેક શંકા-કુશંકાઓ સામે આવી રહી હતી પરંતુ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે રાજ્યસભામાં આ અંગે સ્પષ્ટતા કરી હતી.

ગત ૨૦ માર્ચના રોજ વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે,”જૂન, ૨૦૧૪માં મોસુલમાં માર્યા લાપતા થયેલા તમામ ભારતીયોનું ડીપ પેનિટ્રેશન રડાર દ્વારા ચકાસણી કરવામાં આવી ચૂકી છે. તમામ દેહોને જોવામાં આવી રહ્યા છે ત્યારબાદ અવશેષોને બહાર કાઢીને તેઓના ડીએનએ મેચ કરવા માટે મોકલવામાં આવ્યા હતા”.