Not Set/ ભારતના સ્ટાર પહેલવાન, ઓલમ્પિકમાં બે મેડલ જીતી ચુકેલ સુશીલકુમારની વાપસી

ભારતના સ્ટાર પહેલવાન અને ઓલમ્પિકમાં બે મેડલ જીતી ચુકેલ સુશીલકુમાર ઈંદૌરમાં ૧૫થી ૧૮ નવેમ્બર વચ્ચે યોજાનાર રાષ્ટ્રીય કુસ્તી ચેમ્પયનશિપમાં ભાગ લેવા જઈ રહ્યો છે. જાકે યોગેશ્વર દત્ત આ સ્પર્ધામાં ભાગ લેતો જાવા નહીં મળે. બેજિંગ ઓલમ્પિકમાં બ્રોન્ઝ મેડલ અને લંડન ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતી ચુકેલ સુશીલકુમાર ૩ વર્ષ બાદ કુસ્તીમાં વાપસી કરી રહ્યો છે. તે […]

India
Sushil Kumar 1 ભારતના સ્ટાર પહેલવાન, ઓલમ્પિકમાં બે મેડલ જીતી ચુકેલ સુશીલકુમારની વાપસી

ભારતના સ્ટાર પહેલવાન અને ઓલમ્પિકમાં બે મેડલ જીતી ચુકેલ સુશીલકુમાર ઈંદૌરમાં ૧૫થી ૧૮ નવેમ્બર વચ્ચે યોજાનાર રાષ્ટ્રીય કુસ્તી ચેમ્પયનશિપમાં ભાગ લેવા જઈ રહ્યો છે. જાકે યોગેશ્વર દત્ત આ સ્પર્ધામાં ભાગ લેતો જાવા નહીં મળે. બેજિંગ ઓલમ્પિકમાં બ્રોન્ઝ મેડલ અને લંડન ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતી ચુકેલ સુશીલકુમાર ૩ વર્ષ બાદ કુસ્તીમાં વાપસી કરી રહ્યો છે.

તે રેલવે તરફથી રાષ્ટ્રીય ચેમ્પયનશિપમાં ભાગ લેશે. રેલવે તરફથી તે ૭૪ કિલોગ્રામ વર્ગમાં ભાગ લેવાનો છે. આ પહેલા આ ટૂર્નામેન્ટ માટે સુશીલ અને દિનેશ વચ્ચે ટ્રાયલ થવાનો હતો. જાકે દિનેશે પોતાના આ સિનીયર પહેલવાનને વાક ઓવર આપી દીધુ છે. પૂર્વ રાષ્ટ્રીય જુનિયર ચેમ્પયન દિનેશને પહેલા ૭૪ કિલોગ્રામ વર્ગમાં રેલવેની બી ટીમમાં પસંદ કરાયો હતો. કારણકે રેલવેની બે ટીમ રાષ્ટ્રીય ચેમ્પયનશિપમાં ભાગ લેવાની છે ત્યારે હવે રેલવેની બી ટીમમાં દિનેશની જગ્યાએ સુશીલકુમારને સ્થાન અપાયુ છે.

જ્યારે પ્રવિણ રાણા ૭૪ કિલોગ્રામ વર્ગમાં રેલવેની એ-ટીમ તરફથી ભાગ લેશે. સુશીલકુમાર ગ્લાસ્ગો કોમેનવેલ્થ ગેમ્સ ૨૦૧૪ બાદ પ્રથમ વખત કોઈ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યો છે. આ ૩૪ વર્ષીય પહેલવાનનુ કહેવુ છે કે તે પોતાનુ શ્રેષ્ઠ ફોર્મ પરત મેળવવા માટે ભારે સંઘર્ષ કરશે. તેની નજર આગામી વર્ષે શરૂ થનાર પીડબ્લ્યુએલ પર ટકેલી છે. સુશીલનુ કહેવુ છે કે મને પુરો વિશ્વાસ છે કે દર્શકો મને રાષ્ટ્રીય ચેમ્પયનશિપ અને પીડબલ્યુએલમાં નવા ઉત્સાહ સાથે રમતો જાશે.